________________ 6 સ્થાન (ii) 436 (i) જીવ છે - ચૈતન્ય એ ભૂતોનો ધર્મ કે કાર્ય નથી. દરેક જીવને ચૈતન્ય સ્વસંવેદનપ્રમાણથી સિદ્ધ છે. આ ચૈતન્ય જેનું છે તે જીવ છે. આનાથી નાસ્તિકમતનું નિરાકરણ કર્યું. (i) જીવ નિત્ય છે - જીવનું કોઈ ઉત્પાદક કારણ ન હોવાથી જીવની ઉત્પત્તિ થતી નથી. વિદ્યમાન વસ્તુનો સર્વથા વિનાશ થઈ પાકતો નથી. આમ જીવના ઉત્પત્તિ-વિનાશ ન હોવાથી જીવ નિત્ય છે. આનાથી બૌદ્ધમતનું નિરાકરણ કર્યું. જીવ કર્મ બાંધે છે - મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ રૂપી બંધહેતુઓવડે જીવ કર્મ બાંધે છે. જો એમ ન માનીએ તો દરેક પ્રાણીને જે વિચિત્ર સુખ-દુ:ખનો અનુભવ થાય છે તે ન ઘટે. આનાથી સાંખ્યમતનું નિરાકરણ કર્યું. (iv) જીવ પોતે બાંધેલા કર્મોને ભોગવે છે - જો જીવ કર્મોને ભોગવતો ન હોય તો સાતવેદનીયકર્મ - અસાતાવેદનીયકર્મનો અનુભવ ન થવાથી તેને સુખદુ:ખનો અનુભવ ન થાય. સુખ-દુ:ખનો અનુભવ તો થાય છે. તેથી જીવ કર્મોને ભોગવે છે. આનાથી ‘જીવ કર્મોનો ભોક્તા નથી.' એવા મતનું નિરાકરણ કર્યું. (v) જીવનું નિર્વાણ છે - નિર્વાણ એટલે મોક્ષ એટલે કે રાગ, દ્વેષ, મદ, મોહ, જન્મ, જરા, રોગ વગેરે દુઃખોના ક્ષયરૂપ જીવની વિશેષ પ્રકારની અવસ્થા. આનાથી જીવના અભાવરૂપ મોક્ષને માનનારા બૌદ્ધોનું નિરાકરણ કર્યું. મોક્ષનો ઉપાય છે - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ મોક્ષનો ઉપાય છે. આનાથી “મોક્ષનો ઉપાય નથી” એમ કહેનારા મતનું નિરાકરણ કર્યું. (vi)