________________ 5 લક્ષણ, 6 જયણા અથવા પરદર્શનની સમૃદ્ધિ જોવા છતાં જિનધર્મમાં પોતે અડગ રહેવું. (V) ભક્તિ - જિનશાસનના વિનય-વૈયાવચ્ચ કરવા. (8) પ લક્ષણ - જેનાથી બીજામાં રહેલું સમ્યત્વ જણાય તે લક્ષણ. તે 5 પ્રકારે છે - (i) ઉપશમ - અપરાધી ઉપર પણ ગુસ્સો ન કરવો. તે કશાયનું પરિણામ જોઈને કે સ્વાભાવિક રીતે થાય છે. (i) સંવેગ - મનુષ્યો-દેવોના સુખને દુઃખરૂપ માનીને મુક્તિના સુખની અભિલાષા કરવી. મતાંતરે ભવથી વૈરાગ્ય થવો તે સંવેગ. (i) નિર્વેદ - નરક-તિર્યંચ વગેરે સાંસારિક દુઃખોનો કંટાળો. મતાંતરે મોક્ષની અભિલાષા તે નિર્વેદ. (iv) અનુકંપા - પક્ષપાત વિના દુ:ખી પ્રાણીઓના દુઃખ દૂર કરવાની ઇચ્છા. અનુકંપા બે પ્રકારે છે - (a) દ્રવ્ય અનુકંપા - શક્તિ હોય તો બીજાના દુઃખનો પ્રતિકાર કરવી. (b) ભાવ અનુકંપા - હૃદય ભીનું થવું. (5) આસ્તિક્ય - બીજા ધર્મોના તત્ત્વો સાંભળવા છતાં પણ તેમની આકાંક્ષા કર્યા વિના ભગવાને બતાવેલા તત્ત્વોને સ્વીકારવા. (9) 6 જયણા - જેમાં યત્ન કરવાથી સમ્યકત્વને ઓળંગે નહીં તે જયણા. તે 6 પ્રકારે છે - (i-i) પરિવ્રાજક વગેરે અન્ય દર્શનના સાધુઓને, રુદ્ર, વિષ્ણુ, બુદ્ધ વગેરે અન્ય દર્શનના દેવોને અને અન્ય દર્શનવાળાએ સ્વીકારેલ જિનપ્રતિમાઓને વંદન અને નમસ્કાર ન કરવા. વંદન = મસ્તક નમાવવું. નમસ્કાર = પ્રમાણપૂર્વક સારા શબ્દોથી ગુણો બોલવા. તેમને વંદનનમસ્કાર કરવાથી તેમના ભક્તો મિથ્યાત્વમાં સ્થિર થાય.