________________ 43 2 5 ભૂષણ આ ૮નું કાર્ય તે 8 પ્રકારની પ્રભાવના. બીજી રીતે 8 પ્રભાવકો - (i) અતિશેષઋદ્ધિ - અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, આમાઁષધિ વગેરે અતિશયોની ઋદ્ધિવાળા હોય તે. (i) ધર્મકથી (ii) વાદી (iv) આચાર્ય (V) ક્ષેપક - તપસ્વી (vi) નૈમિત્તિક (vi) વિદ્યાવાન (viii) રાજગણસંમત - રાજાને અને મહાજન વગેરેને વહાલા અને માન્ય હોય તે. (7) 5 ભૂષણ - સભ્યત્વને અલંકૃત કરનારા ગુણો. તે 5 પ્રકારે છે - (i) જિનશાસનમાં કુશલતા - તેનાથી જુદા જુદા ઉપાયો વડે સુખેથી બીજાને પ્રતિબોધ કરે છે. (i) જિનશાસનની પ્રભાવના - તે 8 પ્રકારની પૂર્વે કહી છે. તે સ્વ અને પર ઉપર ઉપકાર કરનાર હોવાથી અને તીર્થંકરનામકર્મના બંધનું કારણ હોવાથી તેની પ્રધાનતા બતાવવા અહીં ફરી કહી છે. (ii) આયતન આસેવના - આયતન બે પ્રકારે છે - (a) દ્રવ્યઆયતન - જિનાલય વગેરે. (b) ભાવઆયતન-જ્ઞાન, દર્શન, ચારિત્રના આધારરૂપ સાધુ વગેરે. બન્ને પ્રકારના આયતનની આરાધના કરવી. (iv) સ્થિરતા - જિનધર્મ પ્રત્યે ચલિત ચિત્તવાળા બીજાને સ્થિર કરવા,