________________ 785 દ્વાર ૨૭૪મું - અનાર્ય દેશો કહ્યા છે. તે ત્યાંથી જાણી લેવા. અનાર્યદેશના લોકો પાપી, ભયંકર કાર્ય કરનારા, પાપની જુગુપ્સા વિનાના, પશ્ચાત્તાપ વિનાના, જેમણે ધર્મ એવા અક્ષરો સ્વપ્નમાં પણ જાણ્યા નથી એવા, અપેયના પાનમાં તત્પર, અભક્ષ્યના ભોજનમાં તત્પર, અગમ્યના ગમનમાં તત્પર, શાસ્ત્ર વગેરેમાં નહીં જણાવેલ વેષ, ભાષા વગેરેને આચરનારા હોય છે. + મશીનમાં તેલ કેટલું રેડાય? મશીન ચાલી શકે તેટલું. રેલા ઊતરે તેટલું ન નંખાય. શરીર ઠીક-ઠીક ચાલે, સાધનામાં સહકાર આપે તેવો આહાર તે પણ વિગઈઓ વગેરે વગરનો સાદો લેવાય. છે શું આપણી પાસે? ગંદકીથી ભરેલું શરીર, કચરાપાત્ર જેવું મન અને લડખડાતી વાણી. આ સિવાય આપણી પાસે શું છે ? પ્રભુને આ તન-મન-વચન આપી દઈએ તો પ્રભુ આપણને ન્યાલ કરી સંયમજીવનમાં સ્વાધ્યાય મહત્ત્વનો છે એની તો આપણને જાણકારી છે જ પરંતુ આપણા માટે મહત્ત્વનો સ્વાધ્યાય ક્યો છે એની આપણને જાણકારી છે ખરી ? તમામ દુઃખો, પાપો અને પ્રમાદો એ ભવના રાગને અર્થાત સંસારના રાગને જ બંધાયેલા છે. જયાં આપણે ભવવિરાગી બન્યા, મુક્તિના અધિકારી બનવાનું આપણું પાકું થઈ જ ગયું.