________________ દ્વાર ૨૭૧મું - તપ 773 તેમ આ તપમાં શુક્લપક્ષમાં એકમે 1 ભિક્ષા વાપરવી, બીજે 2 ભિક્ષા વાપરવી, ત્રીજે 3 ભિક્ષા વાપરવી, એમ 1-1 ભિક્ષા વધારતા પૂનમે 15 ભિક્ષા વાપરવી. પછી કૃષ્ણપક્ષમાં એકમે 14 ભિક્ષા વાપરવી, બીજે 13 ભિક્ષા વાપરવી, ત્રીજે 12 ભિક્ષા વાપરવી, એમ 1-1 ભિક્ષા ઘટાડતા ચૌદસે 1 ભિક્ષા વાપરવી અને અમાસે ઉપવાસ કરવો. (32) વજમધ્ય ચંદ્રપ્રતિમા - કૃષ્ણપક્ષમાં એકમે 15 કોળીયા વાપરવા બીજે 14 કોળીયા વાપરવા, ત્રીજે 13 કોળીયા વાપરવા, એમ 1-1 કોળીયો ઘટાડતા અમાવસે 1 કોળીયો વાપરવો. શુક્લપક્ષમાં એકમે 1 કોળીયો વાપરવો, બીજે 2 કોળીયા વાપરવા, ત્રીજે 3 કોળીયા વાપરવા, એમ 1-1 કોળીયો વધારતા પૂનમે 15 કોળીયા વાપરવા. જેમ વજ શરૂમાં અને અંતે પહોળું હોય છે અને વચ્ચે પાતળુ હોય છે તેમ આ તપમાં શરૂમાં અને અંતે વધુ કોળીયા વાપરવાના હોય છે અને વચ્ચે ઓછા કોળીયા વાપરવાના હોય છે. વળી કૃષ્ણપક્ષમાં ચંદ્ર ઘટે છે તેમ આ તપમાં કૃષ્ણપક્ષમાં કોળીયા ઘટે છે અને શુક્લપક્ષમાં ચંદ્ર વધે છે તેમ આ તપમાં શુક્લપક્ષમાં કોળીયા વધે છે. માટે આ તપને વજમધ્ય ચંદ્રપ્રતિમા કહેવાય છે. આ પંચાશક વગેરે ગ્રંથોનો અભિપ્રાય છે. વ્યવહારચૂર્ણિનો અભિપ્રાય આ પ્રમાણે છે - કૃષ્ણપક્ષમાં એકમે ચંદ્રની 14 કળા દેખાય છે, બીજે 13 કળા દેખાય છે, ત્રીજે 12 કળા દેખાય છે, એમ 1-1 કળા ઘટતા ચૌદસે 1 કળા દેખાય છે, અમાસે એકે કળા દેખાતી નથી. પછી શુક્લપક્ષમાં એકમે 1 કળા દેખાય છે, બીજે 2 કળા દેખાય છે, એમ 1-1 કળા 1. વજમધ્ય ચંદ્રપ્રતિમામાં સર્વત્ર કોળીયા, દત્તિ કે ભિક્ષા જાણવા.