________________ 772 દ્વાર ૨૭૧મું - તપ 1 કળા વધે છે. તેમ શુક્લપક્ષમાં પડવાના દિવસે 1 કોળીયો, 1 દત્તિ કે 1 ભિક્ષા વાપરવા, બીજના દિવસે ર કોળીયા, 2 દત્તિ કે 2 ભિક્ષા વાપરવા, ત્રીજના દિવસે 3 કોળીયા, 3 દત્તિ કે 3 ભિક્ષા વાપરવા, એમ 1-1 કોળીયા વગેરેની વૃદ્ધિ કરતા પૂનમે 15 કોળીયા, 15 દત્તિ કે 15 ભિક્ષા વાપરવા. કૃષ્ણપક્ષમાં દરરોજ ચંદ્રની 1-1 કળા ઘટે છે. તેમ કૃષ્ણપક્ષમાં એકમે 15 કોળીયા, 15 દત્તિ કે 15 ભિક્ષા વાપરવા, બીજના દિવસે 14 કોળીયા, 14 દત્તિ કે 14 ભિક્ષા વાપરવા, ત્રીજના દિવસે 13 કોળીયા, 13 દત્તિ કે 13 ભિક્ષા વાપરવા. એમ 1-1 કોળીયા, 1-1 દત્તિ કે 1-1 ભિક્ષા ઘટાડતા અમાવસના દિવસે 1 કોળીયો, 1 દત્તિ કે 1 ભિક્ષા વાપરવા. આમ આ 1 મહિનાની યવમધ્ય ચંદ્રપ્રતિમા થઈ. જેમ યવ શરૂમાં અને અંતે પાતળો હોય છે અને વચ્ચે પહોળો હોય છે, તેમ આ તપમાં શરૂમાં અને અંતે ઓછા કોળીયા, દત્તિ કે ભિક્ષા વાપરવાના હોય છે અને વચ્ચે વધુ કોળીયા, દત્તિ કે ભિક્ષા વાપરવાના હોય છે. વળી શુક્લપક્ષમાં ચંદ્ર વધે છે તેમ આ તપમાં શુક્લપક્ષમાં કોળીયા, દત્તિ કે ભિક્ષા વધે છે અને કૃષ્ણપક્ષમાં ચંદ્ર ઘટે છે તેમ આ તપમાં કૃષ્ણપક્ષમાં કોળીયા, દત્તિ કે ભિક્ષા ઘટે છે. માટે આ તપને યુવમધ્ય ચંદ્રપ્રતિમા કહેવાય છે. આ પંચાશક વગેરે ગ્રંથોનો અભિપ્રાય છે. વ્યવહારચૂર્ણિનો અભિપ્રાય આ પ્રમાણે છે - શુક્લપક્ષમાં એકમે ચંદ્રની 1 કળા દેખાય છે, બીજે 2 કળા દેખાય છે, ત્રીજે 3 કળા દેખાય છે, એમ 1-1 કળા વધતા પૂનમે 15 કળા દેખાય છે. પછી કૃષ્ણપક્ષમાં એકમે 14 કળા દેખાય છે, બીજે 13 કળા દેખાય છે, ત્રીજે 12 કળા દેખાય છે, એમ 1-1 કળા ઘટતા અમાસે એકે કળા દેખાતી નથી.