________________ 740 દ્વાર ૨૬૯મું - નંદીશ્વરદ્વીપની સ્થિતિ દ્વાર ર૬૯મું - નંદીશ્વરદ્વીપની સ્થિતિ પૂર્વ (1) આ જંબૂદ્વીપથી ૮મો નંદીશ્વર દ્વીપ છે. તે વલયાકાર છે. નંદી = જિનાલય, ઉદ્યાન, વાવડી, પર્વત વગેરે પદાર્થોની સમૃદ્ધિ. ઈશ્વર = વૃદ્ધિવાળુ. આ દ્વીપ આવી સમૃદ્ધિથી વૃદ્ધિવાળુ છે. માટે તેને નંદીશ્વર કહેવાય છે. તેની પહોળાઈ 16,384 લાખ યોજન છે. (2) તે નંદીશ્વરદ્વીપની મધ્યમાં ચારે દિશામાં 1-1 અંજનરત્નના અંજનગિરિ પર્વતો છે. તે આ પ્રમાણે - દિશા પર્વત દેવરમણ દક્ષિણ નિત્યોદ્યોત પશ્ચિમ | સ્વયંપ્રભ ઉત્તર રમણીય આ પર્વતો શ્યામ કાંતિવાળા છે. તે 84,000 યોજન ઊંચા છે. અને ભૂમિમાં 1,000 યોજન ઊંડા છે. પૃથ્વીતલે તેમની પહોળાઈ 10,000 યોજન છે. ત્યાર પછી ઘટતા ઘટતા ઉપર તેમની પહોળાઈ 1,000 યોજન છે. (3) આ ચારે પર્વતો ઉપર વિવિધ રત્નોના 1-1 સિદ્ધાયતનો છે. તે સિદ્ધાયતનો પૂર્વ-પશ્ચિમમાં 100 યોજન લાંબા છે, ઉત્તરદક્ષિણમાં 50 યોજન પહોળા છે અને ૭ર યોજન ઊંચા છે. તેમની ચારે દિશામાં ધજા સહિતના 1-1 દ્વાર છે. દરેક દ્વારે મણિના તોરણો અને પ્રેક્ષામંડપો છે. તે સિદ્ધાયતનોમાં 500 ધનુષ્ય ઊંચી 108 જિનપ્રતિમા છે. તે ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિષણ નામના જિનેશ્વરોની છે. તે સિદ્ધાયતનોની મધ્યમાં મણિની