________________ 738 દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય તો પણ સ્વાધ્યાય ન થાય. (6) હાથણી વગેરેએ જરાયુ રહિત જન્મ આપ્યો હોય તો 3 પ્રહર પછી સ્વાધ્યાય થાય. અહોરાત્ર પછી જન્મ આપનારી હાથણી વગેરે નજીકમાં હોય તો પણ સ્વાધ્યાય થાય. (7) ગાય વગેરેએ જરાયુ સહિત જન્મ આપ્યો હોય તો જ્યાં સુધી જરાય લટકતું હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. જરાય પડ્યા પછી પણ ત્રણ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. (8) રાજમાર્ગ પર લોહીનું ટીપુ વગેરે પડ્યા હોય તો સ્વાધ્યાય કરવો કલ્પ, કેમકે જતા-આવતા મનુષ્યો-તિર્યંચોના પગલાથી તે દૂર થઈ જાય છે. (9) રાજમાર્ગ સિવાય બીજે લોહીનું ટીપુ પડ્યું હોય અને તે વરસાદના પાણીથી વહન કરાય કે દાવાનળથી બળાય તો સ્વાધ્યાય થાય. (b) મનુષ્યસંબંધી - તે જ પ્રકારે છે - (1) ચામડી (2) લોહી (3) માંસ (4) હાડકા. (1) હાડકા સિવાયના ત્રણ હોતે છતે ક્ષેત્રથી 100 હાથની અંદર સ્વાધ્યાય ન થાય અને કાળથી અહોરાત્ર સુધી સ્વાધ્યાય ન થાય. (2) લોહી સુકાઈને તેનો રંગ બદલાઈ ગયો હોય તો તે હોવા છતાં સ્વાધ્યાય થાય. (3) સ્ત્રીને 3 દિવસ સુધી લોહી નીકળે ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. ત્રણ દિવસ પછી પણ કોઈક સ્ત્રીને લોહી નીકળે પણ તે મહારક્ત હોય છે અને અવશ્ય અન્ય વર્ણવાળુ હોય છે. તેથી તેમાં સ્વાધ્યાય થાય. (4) જો સ્ત્રી પુત્રને જન્મ આપે તો સાત દિવસ સુધી સ્વાધ્યાય ન થાય, ૮મા દિવસથી સ્વાધ્યાય થાય. જો સ્ત્રી પુત્રીને જન્મ આપે તો 8