________________ 739 દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય (2) ક્ષેત્રથી - 60 હાથની અંદર હોય તો સ્વાધ્યાય ન થાય. 60 હાથ પછી હોય તો અસ્વાધ્યાય નથી. કાગળા-કૂતરા વગેરેને લીધે ચારે બાજુ માંસ વગેરે વેરાયેલા હોય તો. (i) તે ગામ હોય તો 3 શેરીઓથી તે માંસ વગેરે અંતરિત હોય તો સ્વાધ્યાય થાય. (i) તે નગર હોય તો રાજમાર્ગ કે જેના પરથી ઘણા વાહનો જતા હોય તેવી શેરીથી તે માંસ વગેરે અંતરિત હોય તો સ્વાધ્યાય થાય. જો પૂરા ગામમાં માંસ વેરાયેલ હોય તો ગામની બહાર સ્વાધ્યાય થાય. (3) કાળથી - લોહી, માંસ વગેરે નીકળ્યા પછી 3 પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. ઉંદર વગેરે પંચેન્દ્રિયનું ભિન્ન કે અભિન્ન કલેવર પડ્યું હોય તો 8 પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. (4) ભાવથી - નંદીસૂત્ર વગેરે શાસ્ત્રો ન ભણાય. અથવા, જલજ વગેરે ત્રણેના દરેકના 4-4 ભેદ છે - (1) લોહી, (2) માંસ, (3) ચામડી અને (4) હાડકા. વિશેષ - (1) 60 હાથની અંદર માંસ ધોયુ હોય કે પકાવ્યું હોય અને પછી બહાર લઈ જવાયુ હોય તો પણ ત્યાં થોડા અવયવો પડેલા હોવાથી ત્રણ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. 60 હાથની બહાર માંસ ધોયુ હોય કે પકાવ્યું હોય તો સ્વાધ્યાય કરવામાં દોષ નથી. (2) 60 હાથની અંદર અભિન્ન ઇંડુ પડ્યું હોય તો તેને 60 હાથની બહાર મૂક્યા પછી સ્વાધ્યાય થાય. (3) 6) હાથની અંદર ઈંડુ પડ્યા પછી ભાંગી ગયું હોય તો ત્રણ પ્રહર સ્વાધ્યાય ન થાય. (4) 60 હાથની અંદર કપડા પર ઇંડુ ફૂટે ને રસનું ટીપુ લાગે તો તેને 60 હાથની બહાર લઈ જઈ ધોયા પછી સ્વાધ્યાય થાય. (5) માખીના પગ જેટલું ઇંડાના રસનું ટીપુ કે લોહીનું ટીપુ પડ્યું હોય