________________ 735 દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય જ દિવસો બાકીનો ભાગ અને રાત સ્વાધ્યાય ન થાય. (1) નિર્ધાત - વાદળવાળા કે વાદળ વિનાના આકાશમાં મોટા ગજ્જરવ જેવો વ્યંતરોએ કરેલો અવાજ તે નિર્ધાત. જે સમયે નિર્ધાત થાય બીજા દિવસે તે સમય સુધી સ્વાધ્યાય ન થાય. ) ગુંજિત - ગર્જરવા જેવો વિકાર, ગુંજાની જેમ ગુંજતો મોટો અવાજ તે પુંજિત જે સમયે ગુંજિત થાય બીજા દિવસે તે સમય સુધી સ્વાધ્યાય ન થાય. (*) ચાર સંધ્યા - સૂર્યોદય, સૂર્યાસ્ત, મધ્યદિવસ અને મધ્યરાત્રી - આ ચાર સંધ્યાઓમાં સ્વાધ્યાય ન થાય, પડિલેહણ વગેરે બીજી ક્રિયાઓ થાય. ચાર મહામહ - અષાઢ પૂનમનો મહોત્સવ, આસો પૂનમનો મહોત્સવ, કારતક પૂનમનો મહોત્સવ અને ચૈત્ર પૂનમનો મહોત્સવ - આ ચારે મહોત્સવ જે નગરમાં જેટલા કાળ સુધી ચાલે તેટલા કાળ સુધી સ્વાધ્યાય ન કરવો. પડવાના દિવસે પણ મહોત્સવની અનુવૃત્તિ સંભવતી હોવાથી તે દિવસે પણ સ્વાધ્યાય ન કરવો. (iv) વ્યગ્રહ - (a) યુદ્ધ વગેરે ના કારણે સ્વાધ્યાય ન કરવો. તેના અનેક પ્રકાર છે બે રાજા, બે સેનાપતિ, બે પ્રસિદ્ધ સ્ત્રીઓ, બે મલ્લો, બે ગામો વગેરેનું યુદ્ધ ચાલુ હોય તો જયાં સુધી શાંત ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય, સ્વસ્થ થયા પછી પણ 1 અહોરાત્ર પછી સ્વાધ્યાય થાય. આ વ્યગ્રહમાં વ્યંતરો કૌતુકથી પોતપોતાના પક્ષમાં આવે છે. તેઓ છલી જાય અને લોકોને અપ્રીતિ થાય. માટે સ્વાધ્યાય ન કરવો. (b) રાજમરણ - રાજા મરી ગયો હોય ત્યારે નવા રાજાનો અભિષેક ન થાય ત્યાં સુધી અને ત્યારપછી અહોરાત્ર સુધી સ્વાધ્યાય ન થાય, પ્રજા વ્યાકુળ હોવાથી.