________________ 734 દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય દિવસના 4 પ્રહર એમ 8 પ્રહર સ્વાધ્યાય ન થાય. (2) સવારે ચંદ્ર ગ્રહણ સહિત અસ્ત પામે તો તે દિવસના 4 પ્રહર, રાતના 4 પ્રહર અને બીજા દિવસના 4 પ્રહર એમ 12 પ્રહર સ્વાધ્યાય ન થાય. અથવા, ત્પાતિકગ્રહણથી સંપૂર્ણ રાતનું ચંદ્રગ્રહણ થાય અને ગ્રહણ સહિત ચંદ્ર અસ્ત થાય તો તે રાતના 4 પ્રહર અને પછીના અહોરાત્રના 8 પ્રહર એમ 12 પ્રહર સ્વાધ્યાય ન થાય. અથવા, વાદળથી ચંદ્ર ઢંકાયેલ હોવાથી ખબર ન પડે કે કયારે ચંદ્રગ્રહણ થયું છે અને સવારે ગ્રહણ સહિત ચંદ્ર અસ્ત થાય તો તે રાતના 8 પ્રહર અને પછીના અહોરાત્રના 8 પ્રહર એમ 12 પ્રહર સ્વાધ્યાય ન થાય. (3) સૂર્ય ગ્રહણ સહિત જ અસ્ત પામે તો રાતના 4 પ્રહર અને પછીના અહોરાત્રના 8 પ્રહર એમ 12 પ્રહર સ્વાધ્યાય ન થાય. (4) ઊગતા સૂર્યને રાહુનું ગ્રહણ લાગે અને ઉત્પાતને લીધે સંપૂર્ણ દિવસ ગ્રહણ રહે અને ગ્રહણ સહિત જ સૂર્ય અસ્ત પામે તો તે દિવસના 4 પ્રહર, પછીની રાતના 4 પ્રહર અને પછીના અહોરાત્રના 8 પ્રહર એમ 16 પ્રહર સ્વાધ્યાય ન થાય. (5) દિવસે જ સૂર્ય ગ્રહણથી મુક્ત થાય તો તે દિવસે અને રાતે સ્વાધ્યાય ન થાય. (6) રાત્રે જ ચંદ્ર ગ્રહણથી મુક્ત થાય તો તે રાત અને બીજો દિવસ એમ અહોરાત્ર સ્વાધ્યાય ન થાય. (7) કેટલાક એમ કહે છે કે આચરણા આવી છે - (i) ચંદ્રને રાતે ગ્રહણ લાગે અને રાતે જ તે ગ્રહણથી મુકાય તો તે જ રાતનો બાકીનો ભાગ સ્વાધ્યાય ન થાય. (i) સૂર્યને દિવસે ગ્રહણ લાગે અને દિવસે જ તે ગ્રહણથી મુકાય તો તે