________________ દ્વાર ૨૬૭મું - કૃષ્ણરાજીઓનું સ્વરૂપ 729 પાંચમા બ્રહ્મલોક દેવલોકમાં ત્રીજા રિષ્ટપ્રતરમાં 8 કૃષ્ણરાજીઓ છે. તે સચિત્ત-અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ છે. તે બધી દિશાઓમાં સમાન છે અને ચાર ખૂણાવાળી છે. તે અખાટકના આકારની છે. અખાટક એટલે નાટક વગેરે જોવાના સ્થાનોમાં બેસવાનું વિશેષ પ્રકારનું આસન. ચારે દિશામાં 2-2 કૃષ્ણરાજીઓ છે - એક અંદર અને એક બહાર. પૂર્વ અને પશ્ચિમ દિશાની કૃષ્ણરાજીઓ ઉત્તર-દક્ષિણ લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. ઉત્તર અને દક્ષિણ દિશાની કૃષ્ણરાજીઓ પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. પૂર્વની અંદરની કૃષ્ણરાજી દક્ષિણની બહારની કૃષ્ણરાજીને સ્પર્શેલી છે. દક્ષિણની અંદરની કૃષ્ણરાજી પશ્ચિમની બહારની કૃષ્ણરાજીને સ્પર્શેલી છે. પશ્ચિમની અંદરની કૃષ્ણરાજી ઉત્તરની બહારની કૃષ્ણરાજીને સ્પર્શેલી છે. ઉત્તરની અંદરની કૃષ્ણરાજી પૂર્વની બહારની કૃષ્ણરાજીને સ્પર્શેલી છે. પૂર્વ અને પશ્ચિમની બહારની કૃષ્ણરાજીઓ પકોણ છે. ઉત્તર અને દક્ષિણની બહારની કૃષ્ણરાજીઓ ત્રિકોણ છે. અંદરની ચારે કૃષ્ણરાજીઓ લંબચોરસ છે. બધી કૃષ્ણરાજીઓની લંબાઈ અને પરિધિ અસંખ્ય હજાર યોજન છે અને પહોળાઈ સંખ્યાતા હજાર યોજન છે. ઉત્તરની અને પૂર્વની અંદરની કૃષ્ણરાજીઓ વચ્ચે અર્ચિ વિમાન છે. પૂર્વની બે કૃષ્ણરાજીઓની વચ્ચે અર્ચિર્માલિ વિમાન છે. પૂર્વની અને દક્ષિણની અંદરની કૃષ્ણરાજીઓ વચ્ચે વૈરોચન વિમાન છે. દક્ષિણની બે કૃષ્ણરાજીઓ વચ્ચે પ્રશંકર વિમાન છે. દક્ષિણની અને પશ્ચિમની અંદરની કૃષ્ણરાજીઓ વચ્ચે ચન્દ્રાભ વિમાન છે. પશ્ચિમની બે કૃષ્ણરાજીઓ વચ્ચે સૂરાભ વિમાન છે. પશ્ચિમની અને ઉત્તરની અંદરની કૃષ્ણરાજીઓ વચ્ચે શુક્રાભ વિમાન છે. ઉત્તરની બે કૃષ્ણરાજીઓ વચ્ચે સુપ્રતિષ્ઠાભ વિમાન છે. બધી કૃષ્ણરાજીઓની મધ્યમાં રિઠાભ વિમાન છે. આ વિમાનોમાં લોકાંતિક દેવો રહે છે. તેઓ લોકના અંતે એટલે કે બ્રહ્મલોકની નજીકમાં રહેલા હોવાથી તેમને લોકાંતિક કહેવાય છે. તેઓ