________________ 716 દ્વાર ૨૬૨મું - અંતરદ્વીપ | દ્વાર ૨૬રમું - અંતરદ્વીપ | લઘુહિમવંતપર્વત જયાં લવણસમુદ્રને સ્પર્શે છે ત્યાં પૂર્વમાં અને પશ્ચિમમાં હાથીના દાંતના આકારના જમીનના 2-2 ટુકડા લવણસમુદ્રમાં નીકળેલા છે. લઘુહિમવંતપર્વતના પૂર્વ છેડાથી 1 ટુકડો ઈશાનવિદિશામાં અને બીજો ટુકડો અગ્નિવિદિશામાં નીકળે છે. લઘુહિમવંતપર્વતના પશ્ચિમ છેડાથી 1 ટુકડો નૈઋત્ય વિદિશામાં અને બીજો ટુકડો વાયવ્ય વિદિશામાં નીકળે છે. આ દરેક ટુકડા પર 7-7 અંતરદ્વીપ આવેલા છે. આ 4 ટુકડા ઉપર કુલ 28 અંતરદ્વીપ છે. દરેક ટુકડા પરનો પહેલો દ્વીપ જંબૂદીપની વેદિકાથી 300 યોજનના અંતરે છે. તેમની લંબાઈ-પહોળાઈ 300 યોજન છે. તેમની પરિધિ ન્યૂન 949 યોજન છે. આ પહેલા ચાર દ્વીપોથી તે તે દિશામાં 400 યોજના અંતરે બીજા ચાર દ્વીપો છે. તેમની લંબાઈ-પહોળાઈ 400 યોજન છે. જંબૂઢીપની વેદિકાથી તેમનું અંતર 400 યોજન છે. આ બીજા ચાર દીપોથી તે તે દિશામાં પ00 યોજનના અંતરે ત્રીજા ચાર દ્વીપો છે. તેમની લંબાઈ-પહોળાઈ પ00 યોજન છે. જંબૂદ્વીપની વેદિકાથી તેમનું અંતર 500 યોજન છે. આ ત્રીજા ચાર દ્વીપોથી તે તે દિશામાં 600 યોજનના અંતરે ચોથા ચાર દ્વીપો છે. તેમની લંબાઈ-પહોળાઈ 600 યોજન છે. જંબૂદ્વીપની વેદિકાથી તેમનું અંતર 600 યોજન છે. આ ચોથા ચાર દ્વીપોથી તે તે દિશામાં 700 યોજના અંતરે પાંચમાં ચાર દીપો છે. તેમની લંબાઈ-પહોળાઈ 700 યોજન છે. જંબૂદ્વીપની વેદિકાથી તેમનું અંતર 700 યોજન છે. આ પાંચમાં ચાર દ્વીપોથી તે તે દિશામાં 800 યોજનના અંતરે છઠ્ઠા ચાર દીપો છે. તેમની લંબાઈ-પહોળાઈ 800 યોજન છે. જંબૂદીપની વેદિકાથી તેમનું અંતર 800 યોજન છે. 10" છે.