________________ દ્વાર ર૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા 649 લખવો. (4) પહેલી પંક્તિના નીચેના પહેલા ખાનાના 1 ને નીચેથી બીજા ખાનાના ર માં ઉમેરવો. જવાબ 3 બીજી પંક્તિના નીચેથી બીજા ખાનામાં લખવો. એ ૩ને પહેલી પંક્તિના નીચેથી ત્રીજા ખાનાના ૩માં ઉમેરવો. જવાબ 6 બીજી પંક્તિના નીચેથી ત્રીજા ખાનામાં લખવો. એ ૬ને પહેલી પંક્તિના નીચેથી ચોથા ખાનાના ૪માં ઉમેરવો. જવાબ 10 બીજી પંક્તિના નીચેથી ચોથા ખાનામાં લખવો. આમ પહેલી પંક્તિના નીચે-નીચેના સરવાળાને ઉપર ઉપરની સંખ્યામાં ઉમેરી જવાબ બીજી પંક્તિમાં લખવો. બીજી પંક્તિના નીચેથી ૧૨મા ખાનામાં કંઈ ઉમેર્યા વિના તે ૧૨ને જ બીજી પંક્તિના નીચેથી ૧રમા ખાનામાં લખવો. (5) બીજી પંક્તિના નીચે-નીચેના સરવાળાને ઉપર ઉપરની સંખ્યામાં ઉમેરી જવાબ ત્રીજી પંક્તિમાં લખવો. બીજી પંક્તિના નીચેથી ૧૧માં અને ૧૨મા ખાનામાં કંઈ પણ ઉમેર્યા વિના તે 66 અને ૧૨ને ત્રીજી પંક્તિના નીચેથી ૧૧મા અને ૧૨મા ખાનામાં લખવા. (6) આ જ રીતે પછીની બધી ઊભી પંક્તિઓ ભરવી. (7) પૂર્વ પૂર્વની પંક્તિના ઉપરથી 1-1 વધુ ખાનામાં કંઈ પણ ઉમેર્યા વિના તે જ સંખ્યા પછી પછીની પંક્તિના તે ખાનામાં લખવી. છેલ્લી પંક્તિમાં જણાવેલ સંખ્યા તે 1 થી 12 વ્રતના અસંયોગી વગેરે ભાંગાની છે. અસંયોગી વગેરે ભાંગા જાણવાની બીજી પણ બે રીતો છે. તે પદાર્થપ્રકાશ ભાગ ૧૭માંથી જાણી લેવી. આ બાર સંખ્યાઓ ગુણકારકરાશિ છે. ૧૨મી દેવકુલિકાની ગુણરાશિ આ પ્રમાણે છે.