________________ 6 38 દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા શ્રાવકો 5 પ્રકારના છે - (1) બે પ્રકારના - (1) વિરત - દેશવિરતિ સ્વીકારેલ. (2) અવિરત - વિરતિ વિનાના, ક્ષાયિક વગેરે સમ્યકત્વ સ્વીકારેલ. દા.ત. સત્યકી, શ્રેણિક, કૃષ્ણ વગેરે. (2) 8 પ્રકારના - (1) દ્વિવિધ-ત્રિવિધ ભાંગે વ્રત સ્વીકારનારા - મન-વચન-કાયાથી સ્કૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (2) દ્વિવિધ-દ્વિવિધ ભાગે વ્રત સ્વીકારનારા - આના 3 ભાંગા છે - (i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (i) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (i) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (3) દ્વિવિધ-એકવિધ ભાગે વ્રત સ્વીકારનારા - આના 3 ભાંગા છે - (i) મનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (i) વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. 1. ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ વિશેષ વિષયક છે. દીક્ષા લેવાની ઇચ્છાવાળો જે વ્યક્તિ સંતાનોના પાલન માટે જ સંસારમાં રહેલો હોય તે પ્રતિમા સ્વીકારે તે ત્રિવિધ ત્રિવિધ ભાંગે. કોઈક વિશેષ અવસ્થામાં સ્વયંભૂરમણ સમુદ્રના માછલાનું માંસ, હાથીના દાંત, ચિત્તાનું ચામડું વગેરેના કે સ્થૂલહિંસા વગેરેના પચ્ચખાણ કરે તે ત્રિવિધ ત્રિવિધ ભાંગે. તે અલ્પ હોવાથી અહીં તેમની વિરક્ષા કરી નથી.