________________ 6 36 દ્વાર ૨૩૪મું - 7 ભયસ્થાનો દ્વાર ર૩૪મું - 7 ભયસ્થાનો ભય = ભયમોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થતો આત્માનો પરિણામ. સ્થાન = આશ્રય. ભયના સ્થાન તે ભયસ્થાન. તે સાત છે - (1) ઈહલોકમય - મનુષ્ય વગેરેને સજાતીય એવા મનુષ્ય વગેરે થકી જે ક્ય તે ઈહલોકભય. (2) પરલોકભય - મનુષ્ય વગેરેને વિજાતીય એવા તિર્યંચ, દેવ વગેરે થકી જે ભય તે પરલોકભય. (3) આદાનભય - ચોર વગેરે થકી ચોરીનો ભય તે આદાનભય. (4) અકસ્માભય - બાહ્ય નિમિત્ત વિના ભય લાગવો તે અકસ્માતું ભય. (5) આજીવિકાભય - દુકાળ વગેરેમાં આજીવિકાનો ભય તે આજીવિકા ભય. (6) મરણભય - મરણનો ભય તે મરણભય. (7) અશ્લોકભય - અપયશનો ભય તે અશ્લોકભય. જગતમાં જેટલા પરિષહો છે, એ બધા અત્યંત સમાધિપૂર્વક સહન કરતા અનંત જીવો કેવલજ્ઞાન પામ્યા છે. સમતા-સમાધિ-ઉદાસીનતામધ્યસ્થતા એ જ આરાધનાનો સાર છે. એ માટે જ બધી આરાધનાઓ