________________ 6 35 દ્વાર ૨૩૩મું - ચાર અણાહારી ત્રસનાડીની બહાર દિશામાં જાય. ચોથા સમયે વિદિશામાં જાય. () ચાર વક્રવાળી વિગ્રહગતિ - અધોલોકમાં ત્રાસનાડીની બહાર વિદિશામાંથી ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહાર વિદિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે જીવ ચાર વક્રવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેમાં પ સમય લાગે છે. તેમાં વચ્ચેના 3 સમયોમાં અનાહારક હોય છે. પહેલા સમયે વિદિશામાંથી દિશામાં આવે. બીજા સમયે ત્રાસનાડીમાં આવે. ત્રીજા સમયે ઉપર જાય. ચોથા સમયે ત્રસનાડીની બહાર દિશામાં જાય. પાંચમા સમયે વિદિશામાં જાય. ગતિ | સમય | આહારક | અનાહારક | આહારક ઋજુગતિ પહેલા સમયે 1 વકવાળી ર | પહેલા સમયે છેલ્લા સમયે વિગ્રહગતિ 2 વક્રવાળી | 3 | પહેલા સમયે | વચ્ચે 1 સમય માટે છેલ્લા સમયે વિગ્રહગતિ 3 વકવાળી | 4 | પહેલા સમયે | વચ્ચે 2 સમય માટે છેલ્લા સમયે વિગ્રહગતિ 4 વક્રવાળી | 5 | પહેલા સમયે | વચ્ચે 3 સમય માટે છેલ્લા સમયે વિગ્રહગતિ (2) કેવળીસમુઠ્ઠાતમાં - કેવળીસમુદ્ધાતમાં ત્રીજા, ચોથા અને પાંચમાં સમયે કાર્પણ કાયયોગમાં રહેલ કેવળીભગવંત અણાહારી હોય છે. (3) અયોગી - ૧૪માં ગુણઠાણે રહેલા અયોગી કેવળી ભગવંતો શૈલેશી અવસ્થામાં પાંચ હસ્તાક્ષરઉચ્ચારણકાળ સુધી અણાહારી હોય છે. (4) સિદ્ધો - સિદ્ધ ભગવંતો સાદિ અનંત કાળ સુધી અણાહારી હોય છે.