________________ 6 2 2 દ્વાર ૨૨૭મું - 15 પ્રકારના યોગ દ્વાર ૨૨૭મું - 15 પ્રકારના યોગ જીવનો વ્યાપાર તે યોગ. તેના 3 પ્રકાર છે - (1) મનોયોગ - મનના આલંબનથી થતો જીવનો વ્યાપાર તે મનોયોગ. તેના 4 પ્રકાર છે - (i) સત્ય મનોયોગ - મુક્તિ પમાડનારું હોવાથી સાધુઓ માટે સારુ (હિતકારી) હોય તે સત્ય. અથવા વસ્તુના સાચા સ્વરૂપને વિચારવા વડે જીવ વગેરે પદાર્થો માટે સારુ (હિતકારી) હોય તે સત્ય. સાચુ વિચારવું તે સત્યમનોયોગ. દા.ત. જીવ છે, જીવા સદસત્ છે, જીવ દેહવ્યાપી છે વગેરે વિચારવું તે. (i) અસત્ય મનોયોગ - ખોટુ વિચારવું તે અસત્યમનોયોગ. દા.ત. જીવ નથી, જીવ એકાંત સત્ છે વગેરે વિચારવું તે. (ii) સત્યમૃષા (મિશ્ર) મનોયોગ - જેમાં સાચુ અને ખોટુ બન્ને હોય તેવું વિચારવું તે સત્યમૃષા મનોયોગ. દા.ત. અન્ય વૃક્ષોથી મિશ્રિત ઘણા અશોકવૃક્ષવાળા વન માટે આ અશોકવન છે એમ વિચારવું તે. (iv) અસત્યઅમૃષા મનોયોગ - જેમાં સાચુ પણ નથી અને ખોટું પણ નથી તેવું વિચારવું તે અસત્યઅમૃષા મનોયોગ. વિપ્રતિપત્તિ (વિપરીત બોધ) થવા પર વસ્તુની સ્થાપના કરવાની આશાથી જિનમતને અનુસારે “જીવ છે, જીવ સદસત્ છે વગેરે.” વિચારવું તે સત્ય છે, કેમકે તે આરાધક છે. વિપ્રતિપત્તિ થવા પર વસ્તુની સ્થાપના કરવાની આશાથી જિનમતથી વિપરીત રીતે જીવ નથી, જીવ એકાંતનિત્ય છે વગેરે.' વિચારવું તે અસત્ય છે, કેમકે તે વિરાધક છે. વસ્તુની સ્થાપના કરવાની આશા વિના ‘હે દેવદત્ત ! ઘટ લાવ, મને ગાય આપ.' વગેરે માત્ર સ્વરૂપને વિચારવું તે અસત્યઅમૃષા છે.