________________ 396 દ્વાર ૧૩૪મું - 12 વર્ષની સંલેખના દ્વાર ૧૩૪મું - 12 વર્ષની સંલેખના શાસ્ત્રમાં કહેલ વિધિ મુજબ શરીર વગેરેને શોષવું તે સંલેખના. તે 3 પ્રકારે છે - (1) ઉત્કૃષ્ટ સંલેખના - તે 12 વર્ષની છે. તે આ પ્રમાણે છે - (i) પહેલા ચાર વર્ષ 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, 5 ઉપવાસ વગેરે વિચિત્ર તપ કરે છે. પારણે સર્વ રસવાળો નિર્દોષ આહાર વાપરે છે. (i) બીજા ચાર વર્ષ ઉપર પ્રમાણે વિચિત્ર તપ કરીને પારણે ઉત્કૃષ્ટ રસ વિનાની નિવિ કરે. (i) પછી બે વર્ષ એકાંતરે ઉપવાસ કરીને પારણે આયંબિલ કરે. (iv) ૧૧મા વર્ષે પહેલા છ મહિના અતિવિષ્ટ તપ ન કરે, એટલે કે ઉપવાસ કે છઠ્ઠ કરે, અઢમ વગેરે ન કરે. પારણે ઊણોદરીપૂર્વકનું આયંબિલ કરે. (v) ૧૧મા વર્ષે પછીના છ મહિના 3 ઉપવાસ, 4 ઉપવાસ, 5 ઉપવાસ વગેરે વિકૃષ્ટ તપ કરે. પારણે પેટ ભરીને આયંબિલ કરે. (vi) ૧૨મા વર્ષે નિરંતર આયંબિલ કરે. મતાંતરે ૧૨મા વર્ષે એકાંતરે ઉપવાસ કરે, પારણે આયંબિલ કરે. આવા ઘણા મતાંતરો છે. ૧૨મા વર્ષે જેમ દીવામાં તેલ અને વાટનો એકસાથે ક્ષય થાય તેમ શરીર અને આયુષ્યનો એકસાથે ક્ષય થાય એ માટે દરરોજ ભોજનમાં 1-1 કોળિયો ઓછો વાપરે. યાવત્ 1 કોળિયો વાપરે. પછી 1-1 દાણો ઓછો વાપરે. યાવત્ 1 દાણો વાપરે. ૧૨મા વર્ષે છેલ્લા 4 મહિના એકાંતરે મોઢામાં તેલનો કોગળો લાંબા કાળ સુધી રાખીને પછી રાખના પ્યાલામાં નાંખી દે અને ગરમ પાણીથી