________________ દ્વાર ૧૩૩મું - વસતિશુદ્ધિ 395 વડે દીવાલને ધોળી કરી હોય તે. (i) ધૂપિત - દુર્ગધ દૂર કરવા અનુરાધૂપ વગેરેથી જેને સુગંધી કરી હોય તે. (i) વાસિત - જેમાં સુગંધી ચૂર્ણ, પુષ્પ વગેરેથી દુર્ગધ દૂર કરી હોય તે. (i) ઉદ્યોતિત - જેમાં રત્ન, દીવા વગેરેથી પ્રકાશ કર્યો હોય તે. (v) બલીકૃત - જેમાં પૂડલા, ભાત વગેરેથી બલીની વિધિ કરી હોય તે. (vi) અવ્યક્ત - જેમાં છાણ, માટી, પાણી વગેરેથી ભૂમિ લેપાયેલી હોય (vi) સિક્ત - જેમાં પાણી છાંટેલ હોય તે. (vi) સંમૃષ્ટ - જે સાવરણીથી સાફ કરેલ હોય તે. 7 મૂળગુણ અને 7 મૂલોત્તરગુણ - એ 14 ગુણ અવિશોધિકોટિના છે. 8 ઉત્તરોત્તરગુણો વિશોધિકોટિના છે. મૂળગુણ અને ઉત્તરગુણના દોષોથી રહિત વસતિમાં અને સ્ત્રીપશુ-નપુંસકથી રહિત વસતિમાં રહેવું. સાધુઓ શ્રુતના અધ્યયન વગેરેમાં વિઘ્ન ન આવે એ માટે ગામડા વગેરેમાં રહેતા હોય છે. ત્યાં તેમને પૃષ્ઠવંશ વગેરે વાળી જ વસતિ મળે છે. માટે તેના ગુણ ઉપર બતાવ્યા છે. તેના પરથી ચોરસ મકાન વગેરેના ગુણો સમજી લેવા. + વિષયના ત્યાગ વિના જેઓ વૈરાગ્યને પ્રાપ્ત કરવા ઇચ્છે છે તેઓ અપથ્યના ત્યાગ વિના રોગના નાશને ઇચ્છે છે.