________________ દ્વાર ૨૨૧મું - છ ભાવો અને તેમના ભેદો 601 (i) પાંચસંયોગી ભાવ 1 છે - (1) પથમિક ક્ષાયિક ક્ષાયોપથમિક ઔદયિક પારિભામિક આ ર૬ ભેદોમાંથી 6 ભેદો જીવોને વિષે સંભવે છે - (1) ક્ષાયિક પારિણામિક - તે સિદ્ધોને હોય છે. તેમને ક્ષાયિકભાવે સમ્યકત્વ, કેવળજ્ઞાન વગેરે હોય છે, પરિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. (2) ઔદયિક ક્ષાયોપથમિક પારિણામિક - તે ચારે ગતિના જીવોને હોય છે. તેના ચાર ભેદ છે - (i) નરગતિમાં ઔદયિકભાવે નરકગતિ, ક્ષાયોપથમિકભાવે મતિજ્ઞાન વગેરે અને પરિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. (i) તિર્યંચગતિમાં ઔદયિકભાવે તિર્યંચગતિ, ક્ષાયોપથમિકભાવે મતિજ્ઞાન વગેરે અને પરિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. (ii) મનુષ્યગતિમાં દયિકભાવે મનુષ્યગતિ, ક્ષાયોપથમિકભાવે મતિજ્ઞાન વગેરે અને પરિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. (iv) દેવગતિમાં ઔદયિકભાવે દેવગતિ, ક્ષાયોપથમિકભાવે મતિજ્ઞાન વગેરે અને પારિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. (3) ઔદયિક ક્ષાયિક પારિણામિક - તે કેવળીઓને હોય છે. તેમને યદિકભાવે મનુષ્યગતિ વગેરે, ક્ષાયિકભાવે કેવળજ્ઞાન વગેરે અને પરિણામિકભાવે જીવત-ભવ્યત્વ વગેરે હોય છે. ઔદયિક ક્ષાયિક ક્ષાયોપથમિક પારિણામિક - તે ચારે ગતિના ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવોને હોય છે. તેમને ઔદયિકભાવે નરકગતિ વગેરે, ક્ષાયિકભાવે સમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવે મતિજ્ઞાન વગેરે અને પરિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. આ ભાવના ચાર ગતિને આશ્રયીને 4 ભેદ છે.