________________ 586 દ્વાર ૨૧૭મું - બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ દ્વાર ૨૧૭મું - બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ (1) બંધ - અંજનચૂર્ણથી ભરેલા ડબ્બાની જેમ પુદ્ગલોથી ભરાયેલા લોકમાંથી મિથ્યાત્વ વગેરે બંધહેતુઓ વડે કર્મણવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને જેમ ગરમ કરેલું લોઢુ અને અગ્નિ એકમેક થઈ જાય છે તેમ આત્માની સાથે એકમેક કરવા તે બંધ છે. (2) ઉદય - અપવર્તનાકરણ વડે કે સ્વાભાવિક રીતે ઉદયસમયને પામેલા કર્મોના ફળને ભોગવવું તે ઉદય. (3) ઉદીરણા - ઉદયાવલિકાની ઉપરની સ્થિતિમાં રહેલા કર્મદલિકોને કષાયસહિત કે કષાયરહિત વીર્ય વડે ખેંચીને ઉદાયવલિકામાં પ્રવેશ કરાવવો તે ઉદીરણા. (4) સત્તા - બંધ કે સંક્રમથી આવેલા કર્મોની નિર્જરા અને સંક્રમ ન થાય ત્યાં સુધી તે કર્મોનું તે સ્વરૂપે આત્મા પર રહેવું તે સત્તા. બંધસ્થાન - એકસાથે બંધાતી પ્રકૃતિઓનો સમૂહ તે બંધસ્થાન. તે 4 બંધસ્થાન પ્રકૃતિ | ગુણસ્થાનક | વિશેષ સર્વ |19, ૨જું, ૪થું, પમું, | આયુષ્યબંધ દä, ૭મું વખતે 8 પ્રકૃતિ બાંધે. ૩જા ગુણઠાણે આયુષ્ય બંધાતું નથી. ૭નું 8 - આયુષ્ય ૧લા થી ૯મું આયુષ્ય ન બંધાય ત્યારે 7 પ્રકૃતિ બાંધે.