________________ 572 નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ સાથે સંબંધ થાય તે. (11) આહારક કાર્પણ બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ આહારક પુગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ કાર્પણ પુગલોની સાથે સંબંધ થાય તે. (12) આહારક તૈજસ કાર્પણ બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધમાણ આહારક, તેજસ અને કાશ્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે. (13) તેજસ તૈજસ બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તેજસ પુગલોની સાથે ગૃહ્યમાણ તૈજસ પુદ્ગલોનો સંબંધ થાય તે. (14) તૈજસ કાર્પણ બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધ્રમાણ તૈજસ અને કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે. (15) કાર્પણ કાર્પણ બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત કાર્પણ પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ કાર્મણ પુગલોનો પરસ્પર સંબંધ થાય તે. (6) સંઘાત નામકર્મ - જે કર્મના ઉદયથી ઔદારિક વગેરે શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોને ભેગા કરાય છે. ભેગા કર્યા વિના પુદ્ગલોનો સંબંધ થતો નથી. ભેગા કર્યા પછી જ પુદ્ગલોનો સંબંધ થાય છે. સંઘાત નામકર્મના 5 ભેદ છે - () ઔદારિક સંઘાત નામકર્મ - જે કર્મના ઉદયથી ઔદારિકશરીરરૂપે પરિણમેલા પુદ્ગલોને જીવ ભેગા કરે તે. (i) વૈક્રિય સંઘાત નામકર્મ - જે કર્મના ઉદયથી વૈક્રિયશરીરરૂપે પરિણમેલા પુદ્ગલોને જીવ ભેગા કરે તે. (ii) આહારક સંઘાત નામકર્મ - જે કર્મના ઉદયથી આહારકશરીરરૂપે પરિણમેલા પુદ્ગલોને જીવ ભેગા કરે તે. (iv) તૈજસ સંઘાત નામકર્મ- જે કર્મના ઉદયથી તૈજસશરીરરૂપે પરિણમેલા