________________ 570 નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ શરીરમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે. (ii) આહારક અંગોપાંગ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ આહારક શરીરમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે. તૈજસ-કાશ્મણ શરીરો આત્મપ્રદેશોને અનુસરનારા હોવાથી તેમાં અંગોપાંગ હોતા નથી. (5) બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત અને ગ્રામીણ દારિક વગેરે પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય છે. જેમ લાખ, રાળ વગેરેથી પથ્થર, લાકડા વગેરે જોડાય છે તેમ બંધનનામકર્મના ઉદયથી પુદ્ગલોનો સંબંધ થાય છે. તેના પ ભેદ છે - (i) ઔદારિક બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત ઔદારિક પુદ્ગલોની સાથે ગૃઘમાણ ઔદારિક પુદ્ગલોનો સંબંધ થાય તે. (i) વૈક્રિય બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત વૈક્રિય પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોનો સંબંધ થાય તે. (ii) આહારક બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત આહારક પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ આહારક પુદગલોનો સંબંધ થાય તે. (iv) તેજસબંધન નામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તેજસ પુદ્ગલોની સાથે ગૃધમાણ તૈજસ પુદ્ગલોનો સંબંધ થાય તે. () કાર્પણ બંધનનામકર્મ- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત કામણ પુલોની સાથે ગૃહ્યમાણ કાર્પણ પુદ્ગલોનો સંબંધ થાય તે. બીજી રીતે બંધન નામકર્મના 15 ભેદ છે - (1) ઔદારિક ઔદારિક બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત ઔદારિક પુદગલોની સાથે ગૃહ્યમાણ ઔદારિક પુદ્ગલોનો સંબંધ થાય તે. 1. ગૃહીત = ગ્રહણ કરાયેલા. ર. ગૃહ્યમાણ = ગ્રહણ કરાતા.