________________ દ્વાર ૨૦૭મું, ૨૦૮મું 543 દ્વાર ૨૦૭મું - પ્રમાદના ૮પ્રકાર જેનાથી જીવનો મોક્ષમાર્ગ તરફનો ઉદ્યમ શિથિલ થાય તે પ્રમાદ. તે 8 પ્રકારે છે - (1) અજ્ઞાન - મૂઢપણું. (2) સંશય - આ આમ હશે કે આમ? - એવો સંદેહ. (3) મિથ્યાજ્ઞાન - વિપરીતજ્ઞાન. (4) રાગ - આસક્તિ. (5) દ્વેષ - અપ્રીતિ. (6) સ્મૃતિભ્રંશ - ભૂલી જવાનો સ્વભાવ. (7) ધર્મમાં અનાદર - જૈનધર્મમાં ઉદ્યમ ન કરવો. (8) યોગોનું દુષ્મણિધાન - મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ. આ 8 પ્રકારનો પ્રમાદ કર્મબંધનું કારણ છે. તેથી તેને તજવો. દ્વાર ૨૦૮મું - આ અવસર્પિણીના 12 ચક્રવર્તી (1) ભરત (7) અરનાથ (2) સગર (8) સુભૂમ (3) મઘવા (9) મહાપદ્મ (4) સનકુમાર (10) હરિષણ (5) શાન્તિનાથ (11) જય (6) કુંથુનાથ (12) બ્રહ્મદત્ત