________________ 54) દ્વાર ૨૦૬મું - 363 પાખંડીઓ શું ફાયદો ? માટે અજ્ઞાન જ સારું છે. - આવું માનનારનો પાંચમો ભેદ છે. જીવ અસદવક્તવ્ય છે.” એવું કોણ જાણે છે ? અથવા એવું જાણવાથી શું ફાયદો ? માટે અજ્ઞાન જ સારું છે. - આવું માનનારનો છઠ્ઠો ભેદ છે. (7) “જીવ સદસદવક્તવ્ય છે. એવું કોણ જાણે છે? અથવા એવું જાણવાથી શું ફાયદો ? માટે અજ્ઞાન જ સારું છે. - આવું માનનારનો સાતમો ભેદ છે. આમ જીવપદને આશ્રયીને 7 ભેદ થયા. એમ અજીવ વગેરે 8 પદોને આશ્રયીને પણ દરેકના 7-7 ભેદ થાય. આમ 63 ભેદ થયા. (64) ‘ભાવોત્પત્તિ છે. એટલે કે “વિદ્યમાન પદાર્થની ઉત્પત્તિ થાય છે. એવું કોણ જાણે છે? અથવા એવું જાણવાથી શું ફાયદો? - આવું માનનારનો ૬૪મો ભેદ છે. (65) “ભાવોત્પત્તિ નથી.' એટલે કે “અવિદ્યમાન પદાર્થની ઉત્પત્તિ થાય છે. એવું કોણ જાણે છે? અથવા એવું જાણવાથી શું ફાયદો? - આવું માનનારનો ૬૫મો ભેદ છે. (66) “ભાવોત્પત્તિ સદસતુ છે.” એટલે કે “સદસત્ પદાર્થની ઉત્પત્તિ થાય છે.” એવું કોણ જાણે છે? અથવા એવું જાણવાથી શું ફાયદો? - આવું માનનારનો ૬૬મો ભેદ છે. (67) ‘ભાવોત્પત્તિ અવક્તવ્ય છે.” એટલે કે “અવક્તવ્ય પદાર્થની ઉત્પત્તિ થાય છે. એવું કોણ જાણે છે ? અથવા એવું જાણવાથી શું ફાયદો? - આવું માનનારનો ૬૭મો ભેદ છે.