________________ દ્વાર ૨૦૬મું - 363 પાખંડીઓ 539 અવિદ્યમાનતા કહેવી હોય તો તે અવક્તવ્ય છે. (6) અસદવક્તવ્યત્વ - વસ્તુ અમુક ભાગમાં પરરૂપથી ન હોવી અને અમુક ભાગમાં એકસાથે સ્વરૂપથી હોવી અને પરરૂપથી ન હોવી તે. દા.ત. ઘડો અમુક ભાગમાં પરપર્યાયોથી નથી અને તેના અમુક ભાગમાં એકસાથે સ્વપર્યાયોથી વિદ્યમાનતા અને પરપર્યાયોથી અવિદ્યમાનતા કહેવી હોય તો તે અવક્તવ્ય છે. (7) સદસરવક્તવ્યત્વ - વસ્તુ અમુક ભાગમાં સ્વરૂપથી હોવી, અમુક ભાગમાં પરરૂપથી ન હોવી અને અમુક ભાગમાં એકસાથે સ્વરૂપથી હોવી અને પરરૂપથી ન હોવી તે. દા.ત. ઘડો અમુક ભાગમાં સ્વપર્યાયોથી છે, અમુક ભાગમાં પરપર્યાયોથી નથી અને અમુક ભાગમાં એકસાથે સ્વપર્યાયોથી વિદ્યમાનતા અને પરર્યાયોથી અવિદ્યમાનતા કહેવી હોય તો તે અવક્તવ્ય છે. અજ્ઞાનિકના 67 ભેદ આ રીતે જાણવા - માટે અજ્ઞાન જ સારું છે. - આવું માનનારનો પહેલો ભેદ છે. (2) “જીવ નથી. એવું કોણ જાણે છે? અથવા એવું જાણવાથી શું ફાયદો? માટે અજ્ઞાન જ સારું છે. - આવું માનનારનો બીજો ભેદ છે. (3) “જીવ સદસત્ છે.” એવું કોણ જાણે છે? અથવા એવું જાણવાથી શું ફાયદો ? માટે અજ્ઞાન જ સારું છે. - આવું માનનારનો ત્રીજો ભેદ છે. (4) “જીવ અવક્તવ્ય છે.” એવું કોણ જાણે છે? અથવા એવું જાણવાથી શું ફાયદો ? માટે અજ્ઞાન જ સારું છે. - આવું માનનારનો ચોથો ભેદ છે. (5) “જીવ સદવક્તવ્ય છે.” એવું કોણ જાણે છે? અથવા એવું જાણવાથી