________________ 532 દ્વાર ૨૦૩મું, ૨૦૪મું દ્વાર ૨૦૩મું -દેવોની આગતિ દેવો આગતિ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, | પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય-પંચેન્દ્રિય સૌધર્મથી સહસ્રાર તિર્યંચ આનતથી અનુત્તર પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય દેવોની ઉત્પત્તિ ભવનપતિ, વ્યંતર, જયોતિષ, સૌધર્મથી અનુત્તર સુધી હોય છે. દેવીની ઉત્પત્તિ ભવનપતિ, વ્યંતર, જયોતિષ, સૌધર્મ, ઈશાન સુધી હોય છે. દેવોનું ગમનાગમન અય્યત દેવલોક સુધી હોય છે, તેની ઉપર નહીં. નીચેના દેવોની ઉપર જવાની શક્તિ નથી. ઉપરના દેવોને નીચે આવવાનું કોઈ કારણ નથી, કેમકે તેઓ તીર્થકરોના કલ્યાણકો વખતે પોતાના સ્થાનમાં રહીને જ ભક્તિ કરે છે અને શંકા થાય ત્યારે મનથી પ્રશ્ન પૂછે છે અને ભગવાને તેના મનથી આપેલા જવાબને અવધિજ્ઞાનથી જાણે છે. દેવીનું ગમનાગમન સહસ્ત્રાર દેવલોક સુધી હોય છે, તેની ઉપર નહીં. સનકુમારથી સહસ્રાર સુધીના દેવોને કામસુખની ઇચ્છા થાય ત્યારે સૌધર્મ-ઈશાનની દેવીઓ ત્યાં જાય છે. | દ્વાર ૨૦૪મું સિદ્ધિગમનનો વિરહકાળ ઉત્કૃષ્ટ-૬ માસ, જધન્ય - 1 સમય. સિદ્ધિગતિમાંથી ઉદ્વર્તન પાછા આવવાનું) થતું નથી.