________________ 526 દ્વાર ૧૯૭મું - દેવોની વેશ્યા દ્વાર ૧૯૭મું - દેવોની લેશ્યા | દેવો લેશ્યા ભવનપતિ, વ્યંતર કૃષ્ણ, નીલ, કાપોત, તેજો જયોતિષ, સૌધર્મ, ઈશાન તેજો સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક પદ્મ લાંતકથી અનુત્તર શુકુલ ઉપર ઉપરના દેવોની લેશ્યા વધુ વિશુદ્ધ હોય છે. આ દ્રવ્યલેશ્યા છે. ભાવલેશ્યા બધા દેવોને છએ હોય છે. | + જો ધર્મ અને અરિહંત ગમે છે તો કેટલા ગમે છે ? મારા તન-મનધનથી વધારે ગમે છે કે તેથી ઓછા ? દુનિયાના તન-મન-ધન તો ઘણે ઠેકાણે મળે છે, અનાર્યદેશમાં પણ મળે છે, પરંતુ ધર્મ ક્યાંથી મળશે? આ જીવનમાંથી જેવો સાર ખેંચ્યો હોય એ સાર જયાં મળતો હોય તેવી ટિકીટ મળે. ઝેરના ઝાડને વાવ્યા પછી અમૃતપાકના ફળ કયાંથી મળે ? ઝેરના ઝાડ એટલે કામ, ક્રોધ, મદ, લોભ, માયા વગેરે. ભગવાન મળ્યા એટલે પુણ્યનો ખજાનો મળ્યો. સેવા કરતા આવડતી નથી, એટલે તેમાંથી કાંઈ મેળવી શકાતું નથી, સેવા કરતા આવડે તો છેક અરિહંત બનવાની પુણ્યાઈ મળે. ભગવાન દાતાર છે, પ્રભુનું આલંબન કરતા સેવકને પણ પ્રભુજી મળે છે. મનની એક નબળી કડી છે - જડક્ષેત્રે એને બધું સારું જ જોઈએ અને એ બધું સારું જ જુએ છે, પરંતુ જીવક્ષેત્રે કોણ જાણે કેમ, એના એ દોષો જ જોયા કરે છે.