________________ દ્વાર ૧૯૪મું - દેવોની સ્થિતિ 5 2 1 | દેવી | સ્થિતિ ઉત્કૃષ્ટ | જઘન્ય સૌધર્મ પરિગૃહીતા દેવી | 7 પલ્યોપમ | 1 પલ્યોપમ સૌધર્મ અપરિગૃહીતા દેવી 50 પલ્યોપમ | 1 પલ્યોપમ | ઈશાન પરિગૃહીતા દેવી | 9 પલ્યોપમ | સાધિક પલ્યોપમ ઈશાન અપરિગૃહીતા દેવી પ૫ પલ્યોપમ સાધિક પલ્યોપમ + અસમાધિમાં મરે તેના ભવોભવ બગડે. સમાધિમાં મરે તેના ભવોભવ સુધરે. સમાધિમાં જીવતા આવડ્યું હોય તો સમાધિમરણ મળે. જંદગીભર મોહમાયાની વાત હોય એ પ્રાય અસમાધિમાં જ મરે. બહારનું જે થાય છે તે કર્મ કર્યું જ થાય છે. માટે બહારના અપરાધી ઉપર ગુસ્સો નહીં કરતા કર્મ ઉપર કરવા યોગ્ય છે. કર્મના હાથની વાતમાં ફાંફાં મારવા એ બેવકુફી છે. આપણા હાથની વાત ધર્મની છે. એક નાનો પણ એવો ધર્મ કરવો જેથી કર્મને ધક્કો લાગે. ક્ષણવારનો ધર્મ ભારેમાં ભારે કર્મોને ધક્કે ચડાવી શકે. વળી ધર્મ જેટલો કરવા ધારીએ તેટલો કરી શકીએ. શું બાર વરસ ઉપવાસ થઈ શકે છે? હા ! અનુમોદના કરવાથી, ખાવાનું ઝેર સમજીને એની ઝંખના કરવાથી. આપણી જે પણ પ્રવૃત્તિ પર ગુરુદેવની સંમતિ નથી કે ગુરુદેવની પ્રસન્નતા નથી, ગુરુદેવની ઇચ્છા નથી કે ગુરુદેવ આનંદિત નથી એ પ્રવૃત્તિ પર વહેલી તકે પૂર્ણવિરામ મૂકી દઈએ એમાં જ આપણું હિત