________________ 516 દ્વાર ૧૯૪મું - દેવોની સ્થિતિ (1) ભ્રમણ કરનારા - મેરુપર્વતની ચારે બાજુ પરિભ્રમણ કરનારા. તે મનુષ્યક્ષેત્રમાં હોય છે. (2) સ્થિર - હંમેશા એક સ્થાને સ્થિર રહેનારા. તે મનુષ્યક્ષેત્રની બહાર સ્વયંભૂરમણસમુદ્ર સુધી હોય છે. ચન્દ્ર, સૂર્ય વગેરે પાંચે અસંખ્ય છે. દરેક ચન્દ્રમાં અને સૂર્યમાં 1-1 ઇન્દ્ર છે. તેથી અસંખ્ય ચન્દ્રન્દ્ર અને અસંખ્ય સૂર્યેન્દ્ર છે. છતાં બધા ચન્ટેન્દ્રોની 1 જાતિ ગણાય છે અને બધા સૂર્મેન્દ્રોની 1 જાતિ ગણાય છે. તેથી જાતિથી 1 ચન્દ્રન્દ્ર અને 1 સૂર્યન્દ્ર છે. તેથી જ્યોતિષના ઇન્દ્ર ર છે. (3) વૈમાનિક - પુણ્યશાળી જીવો જેને ભોગવે તે વિમાનો. તે વિમાનોમાં રહેનારા દેવો તે વૈમાનિક દેવો. તે ઊર્વલોકમાં છે. તે 2 પ્રકારના છે - (1) કલ્પપપન - ઇન્દ્ર, સામાજિક, ત્રાયસિંશ વગેરે વ્યવસ્થાવાળા દેવો. તેઓ 12 દેવલોકમાં રહેતા હોવાથી તેમના 12 પ્રકાર છે - (1) સૌધર્મ (7) મહાશુક્ર (2) ઈશાન (8) સહસ્રારા (3) સનસ્કુમાર (9) આનત (4) માહેન્દ્ર (10) પ્રાણત (5) બ્રહ્મલોક (11) આરણ (6) લાંતક (12) અશ્રુત ૧લા થી ૮મા દેવલોકોના દેવોના 1-1 ઇન્દ્રો છે. ૯મા-૧૦માં દેવલોકોના દેવોનો 1 ઇન્દ્ર છે. ૧૧મા-૧૨મા દેવલોકોના દેવોનો 1 ઇન્દ્ર છે. આમ વૈમાનિક દેવોના 10 ઇન્દ્ર છે.