________________ પ૧૪ દ્વાર ૧૯૪મું - દેવોની સ્થિતિ દ્વાર ૧૯૪મું - દેવોની સ્થિતિ દેવો ચાર પ્રકારના છે - (1) ભવનપતિ - ભવનોમાં રહે તે ભવનપતિ. રત્નપ્રભાપૃથ્વીની 1, 80,000 યોજન જાડાઈમાં ઉપર-નીચે 1000-1000 યોજન છોડી 1,78,000 યોજનમાં ભવનપતિ દેવો રહે છે. તે 10 પ્રકારના છે - (1) અસુરકુમાર (6) વાયુકુમાર (2) નાગકુમાર (7) સ્વનિતકુમાર (3) વિઘુકુમાર (8) ઉદધિકુમાર (4) સુવર્ણકુમાર (9) દ્વીપકુમાર (5) અગ્નિકુમાર (10) દિક્કુમાર આ 10 ના બે-બે ઇન્દ્રો છે - એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં. તેથી ભવનપતિના ઇન્દ્ર 20 છે. અસુરકુમારો મોટા ભાગે આવાસોમાં રહે છે અને ક્યારેક ભવનોમાં રહે છે. નાગકુમાર વગેરે નવ મોટા ભાગે ભવનોમાં રહે છે અને કયારેક આવાસોમાં રહે છે. ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ અને નીચેથી કર્ણિકાના આકારના હોય છે. આવાસો મણિ-રત્નોથી બનેલા શરીર પ્રમાણ મોટા મંડપો છે. તેમના મણિ-રત્નોની પ્રભાથી દિશાઓ પ્રકાશિત થાય છે. (2) વ્યંતર - વિવિધ પ્રકારના પર્વતોમાં, ગુફાઓમાં કે વનોમાં આશ્રય કરનારા દેવો તે વ્યંતર દેવો. અથવા મનુષ્યો કરતા જેમનામાં અંતર (ફરક) નથી તે વ્યંતર દેવો, કેમકે કેટલાક વ્યંતરો ચક્રવર્તી, વાસુદેવ વગેરેની નોકરની જેમ સેવા કરે છે. રત્નપ્રભા પૃથ્વીના