________________ સતિ સપ્તમી 53 સતિ સપ્તમી વાકયની ક્રિયાના આધારે બીજા વાકયની ક્રિયા થતી હોય અને બન્નેના કર્તા જુદા હોય ત્યારે ગૌણ વાક્યના કર્તાને સાતમી વિભક્તિ લગાડી ગૌણ વાક્યની ક્રિયાના ધાતુનું વર્તમાન કૃદન્તનું રૂપ કર્તાના વિશેષણ તરીકે મુકાય છે. આને સતિ સપ્તમી કહેવાય છે. દા.ત. જયારે ઇન્દિરા રાજય કરતી હતી ત્યારે લોકો ભયભીત હતા. इन्दिरायां शासत्यां जनाः क्षुब्धा आसन् / ઇન્દિરા રાજ્ય કરતે છતે લોકો ભયભીત હતા. અનાદરે ષષ્ઠી ઉપર પ્રમાણે બે વાકયોમાં જો બીજા વાકયની ક્રિયામાં પહેલા વાક્યની ક્રિયાનો અનાદર થતો હોય તો પહેલા વાક્યના કર્તાને અને પહેલા વાકયની ક્રિયાના ધાતુના વર્તમાન કૃદન્તના રૂપને વિકલ્પ છઠ્ઠી વિભક્તિ લાગે. આને અનાદરે ષષ્ઠી કહેવાય. જયારે છઠ્ઠી વિભક્તિ ન લાગે ત્યારે સતિ સપ્તમીના નિયમથી સાતમી વિભક્તિ લાગે. દા.ત. પુરો: પત: શિષ્ય: વિનયનરોત્ | गुरौ पश्यति शिष्यः अविनयमकरोत् / જયારે ગુરુ જોતા હતા ત્યારે શિષ્ય અવિનય કર્યો. ગુરુ જોતે છતે શિષ્ય અવિનય કર્યો. + आपातरम्या विषयाः पर्यन्तपरितापिनः / આરંભમાં વિષયો રમણીય જણાય છે, પણ અંતે પરિતાપ ઉપજાવનારા છે.