________________ શુલધ્યાનનો પહેલો પાયો 33 ઉત્પત્તિનું કારણ ભાવ જ છે, પ્રાણાયામ વગેરેનો આડંબર નહીં. ચપતિએ કહ્યું છે કે, “નાકનો અગ્ર ભાગ, નાડીઓનો સમૂહ, વાયુનો પ્રચાર, ઇન્દ્રિયોનો રોધ, પ્રાણાયામ, બીજગ્રામ, ધ્યાનનો અભ્યાસ, મત્રનો ન્યાસ, હૃદયકમળમાં રહેલ - બે ભ્રમરની વચ્ચે રહેલ - નાકના અગ્ર ભાગે રહેલ-શ્વાસની અંદર રહેલ તેજથી શુદ્ધ-સૂર્ય જેવું - જ્ઞાનયુક્ત-ૐકાર નામનું ધ્યાન, બ્રહ્માકાશ, શૂન્યાભાસ - આ બધી ખોટી વાતો છે, ચિંતા સમાન છે, કાયાને કષ્ટ આપનારા છે, મનને ભ્રમિત કરનારા છે. માટે બધો ખોટો ગર્વ છોડીને ગુરુએ કહેલા, ચિંતા રહિત, શરીર રહિત, ભાવયુક્ત, સુખ-દુઃખ વગેરે દ્વન્દોથી રહિત, હંમેશા આનંદમય એવા શુદ્ધ તત્ત્વને તું જાણ.' બીજે પણ કહ્યું છે કે, “વિવિધ કરણો વડે પ્રાણવાયુને જીતીને ૐકારનો અભ્યાસ કરવો, પોતાના શરીરરૂપી કમળમાં તેજનું ચિંતન કરવું, શૂન્ય આકાશનું ધ્યાન કરવું - આ બધું શરીરસંબંધી અને ચિંતાથી મનને ભ્રમિત કરનારું હોવાથી તેમનો ત્યાગ કરીને વાતો અને કલ્પનાઓથી રહિત, સ્વભાવમાં રહેલા તત્ત્વને તમે જુઓ.” શુક્લધ્યાનનો પહેલો પાયો - સવિતર્કસવિચારસપૃથકત્વ શુક્લધ્યાન - મન-વચન-કાયાના યોગોમાં રહેલ મુનિ આ ધ્યાન કરે છે. સવિતર્ક = વિતર્ક = શ્રુતની વિચારણા. પોતાના નિર્મળ પરમાત્મતત્ત્વના અનુભવમય અંતરંગ ભાવઆગમના આલંબનથી અંતરંગ ધ્વનિરૂપ વિચારણા તે સવિતર્ક ધ્યાન. સવિચાર = એક અર્થમાંથી બીજા અર્થમાં સંક્રમણ કરવું, એક યોગમાંથી બીજા યોગમાં સંક્રમણ કરવું, એક શબ્દમાંથી બીજા શબ્દમાં સંક્રમણ કરવું તે વિચાર. જે ધ્યાનમાં ઉપર કહેલ વિતર્ક આવો હોય તે