________________ 1 38 પૂર્વભૂમિકા (9) સ્થિતિબંધ :- તે બંધાતા કર્મોની સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધે છે, વધુ બાંધતો નથી, નવો નવો સ્થિતિબંધ વ્યાપક ન્યૂન કરે છે. (10) રસબંધ :- તે અશુભ પ્રકૃતિઓનો 2 ઠાણિયો રસ બાંધે છે. તે પણ પ્રતિસમય અનંતગુણહીન બાંધે છે. તે શુભ પ્રકૃતિઓનો 4 ઠાણિયો રસ બાંધે છે. તે પણ પ્રતિસમય અનંતગુણઅધિક બાંધે છે. (11) પ્રદેશબંધ :- તે જઘન્ય યોગ, મધ્યમ યોગ અને ઉત્કૃષ્ટ યોગ પ્રમાણે જઘન્ય પ્રદેશ, મધ્યમ પ્રદેશ અને ઉત્કૃષ્ટ પ્રદેશો બાંધે છે. (12) પ્રકૃતિઉદય :- નારકીને 54 પ્રકૃતિનો , 55 પ્રકૃતિઓનો, પદ પ્રકૃતિઓનો કે પ૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, સાતા અસાતા, મિથ્યાત્વમોહનીય, કષાય 46, નપુંસકવેદ, હાય-રતિ/શોક-અરતિ, નરકાયુષ્ય, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય 2, તૈજસ શરીર, કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, વર્ણાદિ 4, કુખગતિ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ 4, સ્થિર 2, અસ્થિર 2, દુર્ભગ 4, નીચગોત્ર, અંતરાય 5 = 54 પ્રકૃતિઓ (ii) (a) 54 પ્રકૃતિઓ + નિદ્રા 1 = 55 પ્રકૃતિઓ (b) 54 પ્રકૃતિઓ + ભય = 55 પ્રકૃતિઓ (C) 54 પ્રકૃતિઓ + જુગુપ્સા = 55 પ્રકૃતિઓ D. કષાય 4 = અનંતાનુબંધી 4 માંથી 1 + અપ્રત્યાખ્યાનાવરણીય 4 માંથી 1 + પ્રત્યાખ્યાનાવરણીય 4 માંથી 1 + સંજવલન 4 માંથી 1.