SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 1 37 પૂર્વભૂમિકા (7) તે સત્તામાં રહેલ અશુભપ્રકૃતિઓના 4 ઠાણિયા રસને 2 ઠાણિયો કરે છે અને સત્તામાં રહેલ શુભપ્રકૃતિઓના ર ઠાણિયા રસને 4 ઠાણિયો કરે છે. (8) પ્રકૃતિબંધ :- મૂળપ્રકૃતિબંધ :- તે આયુષ્ય સિવાયની 7 મૂળપ્રકૃતિ બાંધે છે. ઉત્તરપ્રકૃતિબંધ :- તે જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 9, મિથ્યાત્વમોહનીય, કષાય 16, ભય, જુગુપ્સા, તેજસ શરીર, કાર્પણ શરીર, વર્ણાદિ 4, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, અંતરાય 5 = 47 ધ્રુવબંધી પ્રકૃતિઓ બાંધે છે. તે આયુષ્ય વિનાની પરાવર્તમાન પ્રકૃતિઓ તે તે ભવયોગ્ય અને શુભ જ બાંધે છે. તિર્યંચો અને મનુષ્યો દેવગતિયોગ્ય સાતા, હાસ્ય, રતિ, પુરુષવેદ, દેવ 2, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય ર, સમચતુરગ્નસંસ્થાન, સુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ 10, ઉચ્ચ ગોત્ર = 24 પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ બાંધે છે. દેવો અને નારકો મનુષ્યગતિયોગ્ય સાતા, હાસ્ય, રતિ, પુરુષવેદ, મનુષ્ય 2, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક 2, સમચતુરગ્નસંસ્થાન, ૧લુ સંઘયણ, સુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ 10, ઉચ્ચગોત્ર = 25 પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ બાંધે છે. સાતમી નરકનો નારકી તિર્યંચગતિયોગ્ય સાતા, હાસ્ય, રતિ, પુરુષવેદ, તિર્યંચ 2, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક 2, સમચતુરગ્નસંસ્થાન, ૧લ સંઘયણ, સુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ 10, નીચગોત્ર = 25 પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ અથવા ઉદ્યોત સહિત 26 પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ બાંધે છે.
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy