________________ 1 18 કમપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ एगिदियजोग्गाणं, इयरा बंधित्तु आलिगं गंतुं / एगिंदियागए तट्ठिईए, जाईणमवि एवं // 36 // પ્રતિપક્ષી પ્રકૃતિઓ બાંધીને એકેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધીને બંધાવલિકા પસાર કરીને તેના ચરમ સમયે એકેન્દ્રિયમાં આવેલો જીવ એકેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિઓની તેટલી સ્થિતિની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. બેઈન્દ્રિયજાતિ વગેરેની જઘન્ય સ્થિતિઉદીરણા પણ આ પ્રમાણે જાણવી. (36) वेयणियनोकसाया-ऽसमत्तसंघयणपंच-नीयाणं / तिरियदुगअयस-दूभगणाइज्जाणं च सन्निगए // 37 // સાતા, અસાતા, હાસ્ય 4, અપર્યાપ્ત, છેલ્લા 5 સંઘયણ, નીચગોત્ર, તિર્યંચ 2, અયશ, દુર્ભગ, અનાદેય = 18 પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા સંજ્ઞી પંચેન્દ્રિય કરે છે. (37) अमणागयस्स चिरठिइअंते, सुरनरयगइउवंगाणं / अणुपुव्वी तिसमइगे, नराण एगिदियागयगे // 38 // અસંશી પંચેન્દ્રિયમાંથી આવેલ દેવ-નારક પોતાના આયુષ્યની દીર્ઘસ્થિતિને અંતે દેવગતિ, નરકગતિ અને વૈક્રિય અંગોપાંગની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. અસંજ્ઞી પંચેન્દ્રિય વિગ્રહગતિથી દેવગતિ-નરકગતિમાં આવે ત્યારે તેને વિગ્રહગતિના ત્રીજા સમયે દેવાનુપૂર્વી-નરકાનુપૂર્વીની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. એ કેન્દ્રિયમાંથી વિગ્રહગતિથી મનુષ્યમાં આવનારને વિગ્રહગતિના ત્રીજા સમયે મનુષ્યાનુપૂર્વીની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. (38)