SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરપ્રકૃતિઓમાં રસઉદીરણાના સાઘાદિ ભાંગા 83 રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય ત્યારે તેમની અનુત્કૃષ્ટ રસઉદીરણા અધ્રુવ છે. આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા અને અજઘન્ય રસઉદીરણા મિથ્યાષ્ટિ વારાફરતી કરે છે. તેથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે. (5) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14:- આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. તે સિવાયની આ પ્રવૃતિઓની બધી રસઉદીરણા તે અજઘન્ય રસઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અજઘન્ય રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય ત્યારે તેમની અજઘન્ય રસઉદીરણા અધ્રુવ છે. આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા અને અનુષ્કૃષ્ટ રસઉદીરણા મિથ્યાદષ્ટિ જીવ વારાફરતી કરે છે. તેથી તે બન્ને સાદિ અને અધુવ છે. | (vi) કર્કશસ્પર્શ-ગુરુસ્પર્શ વિના અશુભવર્ણાદિ 7, અસ્થિર, અશુભ = 9 :- આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધુવ છે. તે સિવાયની આ પ્રવૃતિઓની બધી રસઉદીરણા તે અજઘન્ય રસઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અજઘન્ય રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય ત્યારે તેમની અજઘન્ય રસઉદીરણા અધ્રુવ છે.
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy