________________ શ્રીવિચારપંચાશિકા, શ્રીપુદગલપરાવર્તસ્તોત્ર, શ્રીઅંગુલસત્તરી અને શ્રીસમવસરણસ્તવનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-અવચૂરિનું સંકલન છે. પદાર્થપ્રકાશ ભાગ 16 પણ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. તેમાં તત્વાર્થાધિગમસૂત્રના પદાર્થો અને મૂળસૂત્ર-શબ્દાર્થોનું સંકલન પૂજ્યશ્રીએ કર્યું છે. તે પૂજ્ય ગુરુદેવશ્રી પદાર્થોનો ખૂબ પાઠ કરતા. તેમાં પણ કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિના પદાર્થોનો પાઠ પૂજ્યશ્રી સવિશેષ કરતા. પૂજ્યશ્રી બીજા કર્મગ્રંથનો પાઠ 5 મિનિટમાં, ત્રીજા કર્મગ્રંથનો પાઠ 5 મિનિટમાં, ચોથા કર્મગ્રંથનો પાઠ 20 મિનિટમાં, પાંચમા કર્મગ્રંથનો પાઠ 45 મિનિટમાં, છા કર્મગ્રંથનો પાઠ 45 મિનિટમાં અને કર્મપ્રકૃતિનો પાઠ સાડા ત્રણ કલાકમાં કરતા. આમ બીજા કર્મગ્રંથની છટ્ટા કર્મગ્રંથ સુધીના પાંચ કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિનો પાઠ પૂજ્યશ્રી રોજ સાડા પાંચ કલાક સુધી બોલીને કરતા. તેથી એ પદાર્થો પૂજ્યશ્રીને એકદમ રૂઢ થઈ ગયા છે. પદાર્થપ્રકાશ ભાગ ૧૧ના પ્રકાશનનો લાભ પૂજ્યશ્રીએ અમને આપ્યો છે એ બદલ અમે પૂજ્યશ્રીના ચરણોમાં કૃતજ્ઞભાવે વંદના કરીએ છીએ. આ પુસ્તકનું સંશોધન પંડિતવર્ય પારસભાઈ ચંપકલાલ શાહે ઉદારતા બતાવી કરી આપેલ છે. આ પ્રસંગે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તકનું સુંદર મુદ્રણકાર્ય ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈ અને મહેન્દ્રભાઈએ કરેલ છે તથા આકર્ષક ટાઈટલ મલ્ટી ગ્રાફિક્સવાળા મુકેશભાઈએ તૈયાર કરેલ છે. તેમનો પણ આભાર માનીએ છીએ. આજસુધીમાં પૂજ્યશ્રી દ્વારા લિખિત-સંકલિત-સંપાદિત-પ્રેરિત લગભગ 70 જેટલા પુસ્તકો પ્રકાશિત કરવાનો લાભ અમને મળ્યો છે. હજી આગળ પણ પૂજ્યશ્રી પોતાની કલમ દ્વારા ભવ્યાત્માઓના જીવનમાં વ્યાપેલ અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે એવી હાર્દિક મંગળકામના આ પ્રસંગે અમે પ્રદર્શિત કરીએ છીએ. શ્રુતાધિષ્ઠાયિકા શ્રીસરસ્વતીદેવીને પ્રાર્થના કરીએ છીએ કે હજી પણ વધુ ને વધુ તભક્તિ અમે કરી શકીએ એવી કૃપા અમારી ઉપર વરસાવે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા કર્મપ્રકૃતિના રહસ્યાર્થીને સમજીને પૂજ્યશ્રીની જેમ તેમનો પાઠ કરીને ભવ્યાત્માઓ તેમને આત્મામાં પરિણમાવે એ જ શુભાભિલાષા. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ