________________ CCC પ્રકાશકીય > પદાર્થપ્રકાશ શ્રેણિમાં પદાર્થપ્રકાશ ભાગ-૧૧ ને સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આ પુસ્તકમાં અરિહંતઉપાસક પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કર્મપ્રકૃતિના સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ અને અપવર્તનાકરણના પદાર્થો અને મૂળગાથા-શબ્દાર્થોનું સંકલન કરેલ છે. પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પાસેથી પ્રાપ્ત થયેલ પદાર્થજ્ઞાનને માત્ર પોતાના પૂરતું સીમિત ન રાખતા તેનો લાભ અન્ય જીવોને પણ મળે એ આશયથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ એ પદાર્થોનું સંકલન કર્યું અને એ પદાર્થપ્રકાશશ્રેણિરૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. આજ સુધીમાં પદાર્થપ્રકાશના ભાગ 1 થી ભાગ 9 સુધીમાં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણિ અને બ્રહક્ષેત્રસમાસ-લઘુક્ષેત્રસમાસના પદાર્થસંગ્રહ અને 13 સુધીના ચાર ભાગોમાં કર્મપ્રકૃતિના પદાર્થસંગ્રહ અને મૂળગાથાશબ્દાર્થોનું સંકલન થયું છે. તે આ પ્રમાણે - પદાર્થપ્રકાશ ભાગ-૧૦ કર્મપ્રકૃતિ બંધનકરણનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ. પદાર્થપ્રકાશ ભાગ-૧૧ કર્મપ્રકૃતિ સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તના કરણનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ પદાર્થપ્રકાશ ભાગ-૧૨ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ, નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ પદાર્થપ્રકાશ ભાગ-૧૩ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર, સત્તાધિકારનો પદાર્થ સંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ ભાગ 10 અને ભાગ 12 પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. ભાગ 11 અને ભાગ 13 હાલ પ્રકાશિત થઈ રહ્યા છે. પદાર્થપ્રકાશના ભાગ 14 અને ભાગ 15 પણ પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. ભાગ 14 માં શ્રીક્ષુલ્લકભવાવલિપ્રકરણ, શ્રીસિદ્ધદંડિકાસ્તવ, શ્રીયોનિસ્તવ અને શ્રીલોકનાલિકા દ્વાબિંશિકાનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-અવચૂરિનું સંકલન છે. ભાગ ૧૫માં શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુ અલ્પબદુત્વ, શ્રીદે હસ્થિતિસ્તવ, શ્રીકાલસપ્તતિકાપ્રકરણ,