________________ મોહનીયના સંક્રમસ્થાનોમાં સાદ્યાદિ પ્રરૂપણા 2 1 * લાયોપથમિક સમ્યગ્દષ્ટિના સંક્રમસ્થાનો- ૨૭નું, ૨૩નું, ૨૨નું, ૨૧નું = 4 * ઔપશમિક સમ્યગ્દષ્ટિના ઉપશમશ્રેણિ સિવાયના સંક્રમસ્થાનો - ૨૭નું, ૨૬નું, ૨૩નું = 3 * ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંક્રમસ્થાનો - ૨૩નું, ૨૨નું, ૨૧નું, ૨૦નું, ૧૪નું, ૧૩નું, ૧૧નું, ૧૦નું, ૮નું, ૭નું, પy, ૪નું, ૨નું = 13 * ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંક્રમસ્થાનો - ૨૧નું, ર૦નું, ૧૯નું, ૧૮નું, ૧૨નું, ૧૧નું, ૯નું, ૮નું, ૬નું, પy, ૩નું, રનું 12 ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં સંક્રમસ્થાનો - ૨૧નું, ૧૩નું, ૧૨નું, ૧૧નું, ૧૦નું, ૪નું, ૩નું, રનું, ૧નું = 9 આમ ૨૮નું, ૨૪નું, ૧૭નું, ૧૬નું, ૧પનું - આ પાંચ સિવાયના ૧ના સંક્રમસ્થાનથી ર૭ના સંક્રમસ્થાન સુધીના 23 સંક્રમસ્થાનો મળે છે. આમાંથી ૨પનું સંક્રમસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે - | (i) સાદિ - ૨૮ની સત્તાવાળાને સમ્યત્વમોહનીયમિશ્રમોહનીયની ઉઠ્ઠલના થયા પછી ૨પનો સંક્રમ થાય તે સાદિ. | (ii) અનાદિ - ૨૬ની સત્તાવાળા અનાદિ મિથ્યાષ્ટિને ૨પનો સંક્રમ થાય તે અનાદિ. | (i) ધ્રુવ - અભવ્યને ૨૫નો સંક્રમ ધ્રુવ છે. (iv) અધ્રુવ - ભવ્યને ઔપશમિક સમ્યક્ત પામે ત્યારે ૨૫નો સંક્રમ અધ્રુવ છે. શેષ બધા સંક્રમસ્થાનો અલ્પ સમયના હોવાથી સાદિ અને અધ્રુવ છે.