________________ મોહનીયના સંક્રમસ્થાનો 1 7. થયા પછી ૧૩ની સત્તા થાય અને દર્શન 7, કષાય 8 વિના ૧૩નો સંક્રમ થાય. (12) 12 નું - (i) ૧૩ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં ચારિત્રમોહનીયનું અંતરકરણ કર્યા પછી સંજવલન લોભનો સંક્રમ ન થાય. તેથી તેને દર્શન 7, કષાય 8 અને સંજ્વલન લોભ વિના ૧રનો સંક્રમ થાય. (i) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં હાસ્ય 6 ઉપશાંત થયા પછી દર્શન 7, સંજવલન લોભ, નપુંસકવેદ, સ્ત્રીવેદ અને હાસ્ય 6 વિના ૧૨નો સંક્રમ થાય. (13) ૧૧નું - (i) 21 ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમ શ્રેણિમાં પુરુષવેદ ઉપશાંત થયા પછી દર્શન 7, સંજવલન લોભ, વેદ 3 અને હાસ્ય 6 વિના ૧૧નો સંક્રમ થાય. (i) ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં નપુંસકવેદનો ક્ષય થયા પછી ૧૨ની સત્તા થાય અને દર્શન 7, કષાય 8, સંજવલન લોભ અને નપુંસકવેદ વિના 11 નો સંક્રમ થાય. (ii) ૨૮ની કે ર૪ની સત્તાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ ઉપશાંત થયા પછી અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય, સંજ્વલન લોભ, વેદ 3, હાસ્ય 6, અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ વિના ૧૧નો સંક્રમ થાય. (14) ૧૦નું - (i) ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદનો ક્ષય થયા પછી ૧૧ની સત્તા થાય અને દર્શન 7, કષાય 8, સંજવલન લોભ, નપુંસકવેદ અને સ્ત્રીવેદ વિના ૧૦નો સંક્રમ થાય.