________________ મોહનીયના સંક્રમસ્થાનો 1 5 સમ્યક્વમોહનીય અને સંજવલન લોભ વિના ૨૨નો સંક્રમ થાય. ૨૧નું - (i) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં નપુસંકવેદ ઉપશાંત થયા પછી અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય, સંજવલન લોભ અને નપુંસકવેદ સિવાય ૨૧નો સંક્રમ થાય. (ii) ૨૪ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વમોહનીય-મિશ્રમોહનીયનો ક્ષય કર્યા પછી ૨૨ની સત્તા થાય અને દર્શન 7 વિના ૨૧નો સંક્રમ થાય. (ii) ક્ષપકશ્રેણિમાં ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૯માં ગુણઠાણે 8 કષાયનો ક્ષય ન થાય ત્યાંસુધી દર્શન 7 વિના ૨૧નો સંક્રમ થાય. (iv) ચારે ગતિના ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને ર૧નો સંક્રમ થાય. (v) ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પૂર્વે દર્શન 7 વિના ૨૧નો સંક્રમ થાય. (vi) ૨૪ની સત્તાવાળા ૩જા ગુણઠાણાવાળા જીવન દર્શન 7 વિના ૨૧નો સંક્રમ થાય. (vi) અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરી ઉપશમશ્રેણિ માંડનારો જીવ શેષ 12 કષાયોના ઉદયથી રજા ગુણઠાણે આવે ત્યારે પ્રથમ આવલિકામાં (અનંતાનુબંધી ૪ની બંધાવલિકામાં) તેને ૨૮ની સત્તા હોય અને ૨૧નો સંક્રમ હોય. અનંતાનુબંધી ૪ની બંધાવલિકા પૂર્ણ થયા પછી તેને ૨૮ની સત્તા અને ૨૫નો સંક્રમ હોય. આ કેટલાક આચાર્યોનો મત છે.