________________ નિર્વાઘાત સ્થિતિઉદ્વર્તના 179 બધ્યમાન પ્રકૃતિની અબાધાની સમાન કે હીન પૂર્વબદ્ધ દલિકોની સ્થિતિઓ ઉપાડીને બધ્યમાન પ્રકૃતિની અબાધાની ઉપર ન નાંખે, પણ અબાધાની અંદર નાંખે. બધ્યમાન પ્રકૃતિની અબાધાની ઉપરની પૂર્વબદ્ધ દલિકોની સ્થિતિઓની ઉદ્વર્તન થાય. તેને ચરમ સ્થિતિ સુધી વધારે. માટે બધ્યમાન પ્રકૃતિની અબાધાની અંદર રહેલી પૂર્વબદ્ધ દલિકોની સ્થિતિઓને ઉદ્વર્તનાને અયોગ્ય કહી છે. તે ઉત્કૃષ્ટ અતીત્થાપના છે. બધ્યમાન પ્રકૃતિની અબાધાની ઉપર રહેલી પૂર્વબદ્ધ દલિકોની સ્થિતિઓ ઉદ્વર્તનાને યોગ્ય છે. બધ્યમાન પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિની નીચે રહેલી 1 આવલિકા + આવલિક/અસંખ્ય જેટલી પૂર્વબદ્ધ દલિકોની સ્થિતિઓ ઉદ્વર્તનને અયોગ્ય છે. તેની નીચેની સ્થિતિના પૂર્વબદ્ધ દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગી આવલિક/અસંખ્ય પ્રમાણ સ્થિતિમાં નાંખે. આ જઘન્ય નિક્ષેપ છે. જઘન્ય અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ છે. ઉદ્વર્તનાયોગ્ય સ્થિતિ = ઉત્કૃષ્ટ સ્થિતિ - (અબાધા + આવલિકા + આવલિકા). ઉત્કૃષ્ટ સ્થિતિથી નીચે આવલિકા + આવલિકા ઊતરીને બીજી સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગીને આલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં નાંખે. ઉત્કૃષ્ટ સ્થિતિથી નીચે આવલિકા + આવલિકા ઊતરીને ત્રીજી સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગીને આલિકા + 2 સમય પ્રમાણ સ્થિતિમાં નાંખે. એમ નિક્ષેપમાં 1-1 સમયની વૃદ્ધિ કરવી. અબાધા ઉપરની પ્રથમ સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગીને ઉત્કૃષ્ટ સ્થિતિ - (અબાધા + 1 સમય + 1 આવલિકા) પ્રમાણ સ્થિતિમાં નાંખે. આ ઉત્કૃષ્ટ નિક્ષેપ છે. અસંખ્ય અસંખ્ય અસંખ્ય જેટલી સ્થિતિ ઓળંગીને પૂર્વબદ્ધ કર્મદલિકોની સ્થિતિઓનો નિક્ષેપ થાય તેને અતીત્થાપના કહેવાય છે. 0 જેટલી સ્થિતિમાં પૂર્વબદ્ધ કર્મદલિકોની સ્થિતિઓ નંખાય તેને નિક્ષેપ કહેવાય છે. છ બંધાવલિકા અબાધાની અંતર્ગત આવી ગઈ છે.