________________ GAR કર્મપ્રકૃતિ ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણ પદાર્થસંગ્રહ 'કા, ઉદ્વર્તનાકરણ - જે વીર્યવિશેષથી જીવ બંધાતા કર્મોના સત્તાગત સ્થિતિ અને રસને વધારે તે ઉદ્વર્તનાકરણ. ઉદ્વર્તનના બે પ્રકાર છે - (1) સ્થિતિઉદ્વર્તન અને (2) રસઉદ્વર્તના. અપવર્તનાકરણ - જે વીર્યવિશેષથી જીવ કર્મોના સત્તાગત સ્થિતિ અને રસને ઘટાડે તે અપવર્તનાકરણ. અપવર્તનાના બે પ્રકાર છે - (1) સ્થિતિઅપવર્તના અને (2) રસઅપવર્તન. (1) સ્થિતિઉદ્વર્તના બંધાતા કર્મોની સત્તાગત સ્થિતિને વધારવી તે સ્થિતિઉદ્વર્તના છે. તે બે પ્રકારે છે - (i) નિર્વાઘાત સ્થિતિઉદ્વર્તન અને (i) વ્યાઘાત સ્થિતિઉદ્વર્તન. (i) નિર્વાઘાત સ્થિતિઉદ્વર્તના - નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગત સ્થિતિની સમાન કે હીન હોય તો ત્યારે થનારી સ્થિતિઉદ્વર્તન એ નિર્વાઘાત સ્થિતિઉદ્વર્તના છે. કોઇપણ કર્મસ્થિતિ બાંધ્યા પછી બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરના સત્તાગત દલિકોની સ્થિતિઓની ઉદ્વર્તન થાય. બંધ હોય ત્યારે જ ઉદ્વર્તન થાય, બંધ હોય કે ન હોય તો પણ અપવર્તન થાય.