________________ 160 ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા (2) મિથ્યાત્વમોહનીય - મિથ્યાત્વમોહનીયના પ્રદેશસંક્રમ માટેનું પતગ્રહ હંમેશા મળતું ન હોવાથી તેના જઘન્ય પ્રદેશસંક્રમ, સાદિ-અધ્રુવ છે. (3) સાતા, અસાતા, નીચગોત્ર = 3 :- આ પ્રવૃતિઓ પરાવર્તમાન હોવાથી તેમના જઘન્ય પ્રદેશસંક્રમ, અજઘન્ય પ્રદેશસંક્રમ, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અને અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદિઅધુવ છે. (4) શેષ ધ્રુવસત્તાક 105:- ગુણિતકર્માશ જીવ આ પ્રકૃતિઓનો ક્ષય કરવા તૈયાર થયો હોય ત્યારે તેમનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. તે સાદિ-અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો પ્રદેશસંક્રમ તે અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ છે. ઉપશમશ્રેણિથી પડેલાને અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદિ છે. પૂર્વે ૧૧મુ ગુણઠાણું નહીં પામેલા જીવને અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અનાદિ છે. અભવ્યને અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ધ્રુવ છે. ભવ્યને ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે ત્યારે કે ઉપશમશ્રેણિમાં સંક્રમવિચ્છેદ થાય ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અધ્રુવ છે. ક્ષપિતકર્માશ જીવ આ પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે તૈયાર થયો હોય ત્યારે તેમનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. તે સાદિ-અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો પ્રદેશસંક્રમ તે અજઘન્ય પ્રદેશસંક્રમ છે. ૧૧મા ગુણઠાણેથી પડેલાને અજઘન્ય પ્રદેશસંક્રમ સાદિ છે. પૂર્વે ૧૧મુ ગુણઠાણ નહીં પામેલાને અજઘન્ય પ્રદેશસંક્રમ 0 પંચસંગ્રહ સંક્રમકરણ ગાથા ૮૩ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 78 ઉપર કહ્યું છે કે “નીચગોત્રનું પતધ્રહ હંમેશા ન મળવાથી નીચગોત્રના જઘન્ય પ્રદેશસંક્રમ, અજઘન્ય પ્રદેશસંક્રમ, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ, અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદિ-અધુવ છે.”