________________ જઘન્ય રસસંક્રમના સ્વામી 145 (1) સંજ્વલન 4, નોકષાય 9 = 13 :- ક્ષપકશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી જઘન્ય સ્થિતિસંક્રમ વખતે. (2) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અતંરાય 5 = 14 :૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે. (3) નિદ્રા 2 - ૧૨મા ગુણઠાણાની 2 આવલિકા + આવલિકા/અસંખ્ય શેષ હોય ત્યારે. (4) સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય = ર :- ક્ષય કરતી વખતે પોતપોતાના ચરમ સ્થિતિખંડના સંક્રમ વખતે. (5) આયુષ્ય 4 :- જઘન્ય સ્થિતિ બાંધતા જઘન્ય રસ બાંધી બંધાવલિકા પછી ભવાંતરની આવલિકા શેષ રહે ત્યાં સુધી તેને સંક્રમાવે. (6) નરક 2, દેવ રે, વૈક્રિય 7 = 11 :- અસંજ્ઞી પંચેન્દ્રિય જઘન્ય રસ બાંધીને બંધાવલિકા બાદ તેને સંક્રમાવે. (7) મનુષ્ય 2, ઉચ્ચગોત્ર = 3 :- સૂમ નિગોદના જીવો જઘન્ય રસ બાંધીને બંધાવલિકા બાદ તેને સંક્રમાવે. (8) આહારક 7 :- અપ્રમત્તસંયત જઘન્ય રસ બાંધીને બંધાવલિકા બાદ તેને સંક્રમાવે. (9) જિન :- અવિરત સમ્યગ્દષ્ટિ જઘન્ય રસ બાંધીને બંધાવલિકા બાદ તેને સંક્રમાવે. (10) અનંતાનુબંધી 4 - અનંતાનુબંધી વિસંયોજક સમ્યક્તથી પડી મિથ્યાત્વે જઇ જઘન્ય રસ બાંધીને બંધાવલિકા બાદ તેને સંક્રમાવે.