________________ 142 ઉત્કૃષ્ટ રસસંક્રમના સ્વામી નથી. તે સમ્યગ્દષ્ટિપણામાં બંધાવલિકા પછી તેને સંક્રમાવે છે. તે ૧લા ગુણઠાણે જાય તો ત્યાં પણ અંતર્મુહૂર્ત સુધી તેને સંક્રમાવે છે. (3) આતપ-ઉદ્યોત :- સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિ જીવો. આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદષ્ટિ જ કરે છે. તે બંધાવલિકા પછી અંતર્મુહૂર્ત સુધી તેને સંક્રમાવે છે. અંતર્મુહૂર્ત પૂર્ણ થતા પૂર્વે જ સમ્યક્ત પામે તો ત્યાં પણ ઉત્કૃષ્ટથી ૧૩ર સાગરોપમ સુધી તેને સંક્રમાવે છે. (4) દેવાયુષ્ય :- સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ જીવો. અપ્રમત્ત સંયત દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ રસ બાંધી બંધાવલિકા પછી તેને સંક્રમાવે છે. તે દેવભવની આવલિકા શેષ રહે ત્યાં સુધી સંક્રમાવે છે. તે દેવભવમાં સમ્યગ્દષ્ટિ હોય અથવા મિથ્યાષ્ટિ હોય. (5) મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય :- સમ્યગ્દષ્ટિ - મિથ્યાદષ્ટિ જીવો. મિથ્યાદૃષ્ટિ આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધીને બંધાવલિકા બાદ સંક્રમાવે છે. તે ભવાંતરની આવલિકા શેષ રહે ત્યાં સુધી તેને સંક્રમાવે છે. બંધાવલિકા બાદ તે સમ્યગ્દષ્ટિ હોય અથવા મિથ્યાષ્ટિ હોય. (6) શેષ 54 પ્રકૃતિઓ :- ૮મા ગુણઠાણાથી ૧૩માં ગુણઠાણા સુધીના જીવો આ પ્રકૃતિઓના બંધવિચ્છેદસમયે તેમનો ઉત્કૃષ્ટ રસ બાંધીને બંધાવલિકા પછી તેને સંક્રમાવે છે. તે ૧૩મા ગુણઠાણાના ચરમ સમય સુધી તેને સંક્રમાવે છે. 0 શેષ 54 પ્રકૃતિઓ = સાતા, દેવ 2, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય 7, આહારક 7, તેજસ 7, ૧લું સંસ્થાન, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, સુખગતિ, ત્રસ 10, નિર્માણ, જિન, ઉચ્ચગોત્ર