________________ સ્થિતિસંક્રમ સ્થિતિસંક્રમ અહીં 6 વાર છે. તે આ પ્રમાણે - (1) વિશેષલક્ષણ - તે ત્રણ પ્રકારે છે (i) બંધાતા કર્મદલિકોની સત્તાગત અલ્પ સ્થિતિને લાંબી કરવી તે સ્થિતિઉદ્વર્તના. (ii) કર્મદલિકોની સત્તાગત લાંબી સ્થિતિને અલ્પ કરવી તે સ્થિતિઅપવર્તના. (iii) સંક્રમતી પ્રકૃતિની સત્તાગત સ્થિતિઓને બધ્યમાન પરપ્રકૃતિમાં સંક્રમાવવી તે અન્ય પ્રકૃતિનયનસ્થિતિસંક્રમ. મૂળ પ્રકૃતિમાં સ્થિતિઉદ્વર્તના - સ્થિતિઅપવર્તના આ બે સંક્રમ હોય છે. ઉત્તરપ્રકૃતિમાં ત્રણે સંક્રમ હોય છે. (2) ભેદ - સ્થિતિસંક્રમ બે પ્રકારે છે - (i) મૂળપ્રકૃતિસ્થિતિસંક્રમ - તે 8 પ્રકારે છે. (i) ઉત્તરપ્રકૃતિસ્થિતિસંક્રમ - તે 158 પ્રકારે છે. (3) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ - પ્રકૃતિઓ બે પ્રકારની છે - (i) બન્ધોત્કૃષ્ટ પ્રકૃતિઓ - જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પોતાની મૂળપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિની સમાન જ હોય અને તે બંધથી જ મળતી હોય તે બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓ છે. તે 97 છે. તે આ પ્રમાણે - 0 કર્મપ્રકૃતિ સંક્રમકરણ ગાથા ૨૯ની ચૂણિમાં પાના નં. 55 ઉપર શુભવર્ણાદિ 11, નીલવર્ણ અને તિક્તરસ સહિત 110 બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓ કહી છે.