________________ 46 ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું સ્વામિત્વ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - ર આવલિકા. ઉદયાવલિકામાં તો પ્રકૃતિપ્રકૃતિના દલિકો છે. પણ પ્રકૃતિપ્રકૃતિઓનો તે વખતે ઉદય ન હોવાથી પ્રથમસ્થિતિ સ્તિબુકસંક્રમથી ઉદયવતી પ્રકૃતિઓમાં સંક્રમાવે. તેથી પ્રકૃતિ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા = બંધાત્કૃષ્ટ સજાતીય પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - સમયાધિક આવલિકા. પ્રકૃતિ પ્રકૃતિઓમાં બંધોત્કૃષ્ટ સજાતીય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવનાર જીવ પ્રકૃત પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનો સ્વામી છે. (5) સમ્યકત્વમોહનીય- મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વ પામી સમ્યત્વમોહનીયમાં મિથ્યાત્વમોહનીયની 70 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) પ્રમાણ સ્થિતિ સંક્રમાવે. ઉદયાવલિકામાં તો સમ્યકૃત્વમોહનીયના દલિકો છે. તેથી સમ્યક્ત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા = 70 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત સમ્યક્ત્વમોહનીયમાં મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરનાર જીવ સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનો સ્વામી (6) મિશ્રમોહનીય :- મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વ પામી ઉદયાવલિકા ઉપરની મિથ્યાત્વમોહનીયની 70 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) પ્રમાણ સ્થિતિ મિશ્રમોહનીયમાં સંક્રમાવે. ઉદયાવલિકામાં તો મિશ્રમોહનીયના દલિકો છે. પણ મિશ્રમોહનીયનો ત્યારે ઉદય ન હોવાથી પ્રથમ સ્થિતિ સ્તિબુકસંક્રમથી ઉદયવતી સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે. તેથી મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા = 70 કોડાકોડી